આયુર્વેદ

વરસાદની સિઝનમાં ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુઓ, થઈ શકે છે ગંભીર રોગ.

મિત્રો વરસાદનું વાતાવરણ ગમે તો ખૂબ છે પરંતુ આ સમય દરમિયાન જો ખાવા પીવામાં ધ્યાન રાખવામાં ન આવે તો શરીર અનેક રોગનું શિકાર બની જાય છે.

ચોમાસા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે અને તેમાં જો કેટલીક વસ્તુઓનું સેવન કરવામાં આવે તો રોગ ઝડપથી થઈ જાય છે.

ચોમાસાની ઋતુ દરમિયાન ગળામાં દુખાવો તાવ છીંક આવવી શ્વાસના રોગ અને એલર્જી થવાનું જોખમ વધારે રહેલું હોય છે. તેથી જરૂરી છે કે આ સમય દરમિયાન ખાવા પીવામાં કેટલીક ખાસ કાળજી રાખવામાં આવે.

ચોમાસા દરમિયાન આ વસ્તુઓ ખાવાનું ટાળો

1. ચોમાસા દરમિયાન લીલા પાંદડા વાળા શાકભાજી લેવાનું ટાળવું જોઈએ. કારણ કે પાન વાળા શાકભાજીમાં જીવજંતુઓ છુપાયેલા હોય છે અને તેનું સેવન કરવાથી શરીરમાં બીમારી વધે છે.

2. ચોમાસા દરમિયાન કોબીનો ઉપયોગ પણ કરવો નહીં. ખાસ કરીને સલાડ તરીકે કોબીનું સેવન ટાળવું કારણકે કોબીમાં પડ વધારે હોય છે અને તેમાં વરસાદી કીડા હોય છે.

3. ચોમાસા દરમિયાન રીંગણા નુ સેવન કરવાનું પણ ટાળવું જોઈએ. રીંગણામાં વધારે પ્રમાણમાં જંતુ થતા હોય છે જેનું સેવન કરવાથી બીમાર પડી શકાય છે.

4. ચોમાસા દરમિયાન મશરૂમ ખાવાથી શરીરમાં ઇન્ફેક્શન વધી શકે છે. આમ તો મશરૂમ સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ ચોમાસા દરમિયાન તેનું સેવન કરવાનું ટાળવું.

5. વરસાદની ઋતુ દરમિયાન અરબી નું સેવન કરવાથી ગેસ અપચો જેવી પેટની તકલીફો થઈ શકે છે. તેથી ચોમાસા દરમિયાન અરબી નું સેવન કરવાનું પણ ટાળો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *