આયુર્વેદ

સુતા પહેલા આ ત્રણ અંગ પર લગાડવું જોઈએ તેલ, શરીરનો કોઈપણ પ્રકારનો દુખાવો હશે એક જ દિવસમાં થઈ જશે દૂર.

દોસ્તો હરીફાઈના આ યુગમાં દરેક વ્યક્તિ સતત દોડતી રહે છે. તેના કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપી શકતા નથી.

આજકાલ ની આ વ્યસ્ત જીવનશૈલી ના કારણે લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ બેદરકાર થઇ જાય છે. જેના કારણે નાની ઉંમરમાં જ શરીરમાં દુખાવા અને અન્ય ઘણી સમસ્યાઓ થઈ જાય છે.

શરીરની મોટાભાગની સમસ્યાઓ ત્યારે થાય છે જ્યારે વધારે પડતું ફાસ્ટ ફૂડનું સેવન કરવામાં આવે. તીખું તળેલું અને મસાલેદાર ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

આ આદતના કારણે સૌથી પહેલાં લોકોનું પેટ ખરાબ થાય છે અને જ્યારે પેટ ખરાબ થાય છે તો તેની અસર શરીરના દરેક અંગ ઉપર થવા લાગે છે.

આ સિવાય આખો દિવસ કામ કર્યા પછી આંખો પણ થાકી જતી હોય છે. આ સમસ્યાઓ એવી છે જે તુરંત જ શરીરને અસર કરે છે. ત્યારે આજે તમને જણાવીએ કે તમે એવું કયો ઉપાય કરશો કે જેનાથી તમારી આ સમસ્યાઓ દૂર થઈ શકે.

શરીરના ત્રણ અંગ એવા છે જેના ઉપર રાત્રે સુતા પહેલા તમે તેલ લગાડી લેશો તો શરીરની આ પ્રકારની સમસ્યાઓ અને દુખાવા દૂર થાય છે.

પેટ સાથે સંબંધિત સમસ્યાને દૂર કરવી હોય અથવા તો આંખોમાં થતી બળતરા ને મટાડવી હોય તો નાભીમાં બે થી ત્રણ ટીપા સરસવના તેલના લગાડવા.

જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય અને હલનચલન કરવામાં પણ દુખાવો થતો હોય તો રાત્રે સુતા પહેલા સરસવના તેલથી સાંધા પર માલિશ કરી દેવી.

જો તમારી પણ ઈચ્છા હોય કે તમારા વાળ ખરતા બંધ થાય અને લાંબા અને ચમકતા રહે તો તેના માટે મોંઘા પ્રોડક્ટ નો ઉપયોગ કરવાની બદલે રાત્રે સુતા પહેલા માથામાં સરસવના તેલથી માલિશ કરી લેવી. સવારે વાળને શેમ્પુથી સાફ કરી લેવા.

જો દાંત ને લગતી કોઈ સમસ્યા હોય કે પેઢામાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ પાણીમાં થોડું તલનું તેલ ઉમેરીને તેને મોઢામાં ભરી બરાબર કોગળા કરવા. નિયમિત રીતે આ રીતે દસ મિનિટ સુધી કોગળા કરશો તો મોઢામાં રહેલા કીડા દૂર થઈ જશે અને પેઢા પણ મજબૂત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *