દોસ્તો દાંત શરીરનું એવું અંગ છે જે શરીરના અંદરના સ્વાસ્થ્ય અને બહારના સ્વાસ્થ્યને સારી રીતે જાળવે છે. દાંત પર સૌથી પહેલા દરેક વ્યક્તિની નજર પડે છે.
દાંત સ્વસ્થ હોય તો શરીર પણ નિરોગી હોય છે. જો દાંત પીળા પડેલા હોય તો તે વ્યક્તિના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની ચાડી ખાય છે.
જ્યારે દાંતની સંભાળ રાખવામાં આવતી નથી તો તેમાં સડો થઈ જાય છે અને નાની ઉંમરમાં દાંત હલવા લાગે છે.
ઘણીવાર દાંત કઢાવી નાખવા પડે તેવી પણ સ્થિતિ સર્જાય છે. દાંતમાં દુખાવો પણ અસહ્ય હોય છે. દાંત ત્યારે સડી જાય છે જ્યારે તેમાં કીડા થઈ જાય અને તેની સંભાળ લેવામાં ન આવે.
જો ઘરમાં જ દાંતની સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે તો કોઈપણ પ્રકારની દાંતની તકલીફ થતી નથી. આજે તમને દાંતનો સડો દુર કરવાના સરળ અને ઘરેલું ઈલાજ જણાવીએ. આ ઈલાજ કરવાથી દાંતનો સડો અને કીડા ઘરબેઠાં જ દુર થઈ જાય છે.
લવિંગ – લવિંગ એક એવી આયુર્વેદિક વસ્તુ છે જેનો ઉપયોગ કરવાથી દાંતનો દુખાવો દુર કરી શકાય છે. દુખતા દાંત પર લવિંગ દબાવી રાખવાથી તુરંત દુખાવો મટે છે અને ધીરે ધીરે સમસ્યા દુર પણ થાય છે.
મીઠું – મીઠું એવી વસ્તુ છે જે ઘરમાં હોય જ છે. તેનો ઉપયોગ કરવાથી દાંતમાં પડેલા કીડા મટી જાય છે. તેના માટે મીઠું, સરસવનું તેલ અને હળદર મિક્સ કરી અને તેના વડે દાંત પર માલિશ કરો.
લસણ – લસણ પણ દરેક ઘરમાં હોય છે. લસણનો ઉપયોગ કરવાથી દાંતનો સડો વધતો અટકે છે. લસણની કળીને દાંતની વચ્ચે દબાવી રાખવાથી દુખાવો મટે છે.
ફટકડી – દાંતમાં સડાના કારણે દુર્ગંધ આવતી હોય તો પાણીમાં ફટકડી ઉમેરી તેનાથી કોગળા કરવા જોઈ. તેનાથી એક જ સપ્તાહમાં દાંતના કીડાથી મુક્તિ મળે છે.
વડનું દૂધ – વડલાના ઝાડમાંથી જે દૂધ નીકળે છે તેનો ઉપયોગ કરવાથી પણ દાંતના કીડાથી મુક્તિ મળે છે. તેનાથી દાંત મજબૂત પણ થાય છે અને સફેદ પણ થાય છે. આ દૂધ વડે દાંત પર માલિશ કરવી જોઈએ.