આયુર્વેદ દુનિયા

આ એકમાત્ર વસ્તુ છે એવી જે ડાયાબિટીસ થી લઈને સાંધાના દુખાવાની સમસ્યાને એકવારમાં જ કરી દે છે દૂર.

મેથીનો ઉપયોગ આજ સુધી તમે પણ ઘણી વખત કર્યો હશે. મેથી એક એવી વસ્તુ છે જે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લોહ તત્વ, સોડિયમ, પોટેશિયમ વગેરે પોષક તત્વોથી ભરપૂર છે. તેનો ઉપયોગ કરવાથી શરીરની વિવિધ સમસ્યાઓને દૂર કરી શકાય છે.

પરંતુ તે સ્વાદમાં કડવી હોવાથી લોકો તેનું સેવન કરવાનું ટાડે છે. પરંતુ આજે તમને કડવી મેથીના એવા મીઠા ગુણ જણાવીએ કે જેને જાણીને તમે તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી જ દેશો.

આજના સમયની સૌથી મોટી સમસ્યા કબજિયાત અને ડાયાબિટીસ છે. આ બંને રોગથી મેથી રાહત આપી શકે છે.

પેટની કોઈ પણ સમસ્યા હોય જેમકે કબજિયાત, ગેસ, એસીડીટી તો તેમાં મેથીનો ઉપયોગ કરવો જોઈએ. મેથીનો ઉપયોગ કરવાથી પાચન સરળતાથી થાય છે અને પેટને લગતી સમસ્યાથી રાહત મળે છે.

હાડકાની સમસ્યા હોય અથવા તો સંધિવા કે સાયટીકા હોય તો પણ મેથી ઉપયોગી સાબિત થાય છે. મેથીના દાણા અને સૂંઠનો પાઉડર મિક્સ કરીને નિયમિત રીતે એક ગ્રામની માત્રામાં તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. મેથીના પાવડરને હુંફાળા પાણી સાથે દિવસમાં બે વખત લેવાથી સાંધાના દુખાવાની સમસ્યા મટે છે.

જે લોકોને ખરતા વાળની સમસ્યા હોય તેમણે મેથીના દાણાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લેવી જોઈએ.

આ પેસ્ટને વાળના મૂળમાં લગાડવાથી ખરતા વાળ અટકે છે અને વાળ મજબૂત થાય છે. મેથી વાળમાં લગાડવાથી સફેદ વાળ પણ કાળા થવા લાગે છે.

મેથીના દાણાને સવારે ખાલી પેટ ખાવાથી પેટ સંબંધિત સમસ્યા મટે છે. તેનાથી અપચો કબજિયાત જેવી તકલીફો પણ દૂર થાય છે.

તેનું સેવન કરવાથી શરીરના ઝેરી તત્વોનો નાશ થાય છે અને તે શરીરમાંથી બહાર નીકળી જાય છે. મેથીનું સેવન કરવાથી પાચનશક્તિ પણ મજબૂત થાય છે.

તાવ શરદી ઉધરસ જેવી સમસ્યા હોય તો પલાળેલી મેથીના દાણામાં એક ચમચી મધ અને લીંબુનો રસ ઉમેરીને તેને ખાવાથી વાયરલ તકલીફો મટે છે.

ઘૂંટણના કે સાંધાના દુખાવાની સમસ્યા હોય અથવા તો ડાયાબિટીસ વધારે રહેતું હોય તો રોજ સવારે અને સાંજે એક એક ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવા જોઈએ. તેનાથી ડાયાબિટીસ અને સાંધાના દુખાવાની તકલીફમાં રાહત મળે છે.

પેશાબ સંબંધિત સમસ્યા હોય કે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો સુતા ના અડધી કલાક પહેલા એક ચમચી મેથી દાણાને ગળી જવા.

આ સિવાય પુરુષોમાં જાતિય શક્તિની નબળાઈ હોય તો એક મહિના સુધી ગરમ દૂધ સાથે મેથીના દાણાનું સેવન કરવું જોઈએ તેનાથી પુરુષોની જાતીય શક્તિ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *