કાનમાં જામેલો મેલ સરળતાથી કાઢવા અજમાવો આ 5 નુસખામાંથી કોઈપણ એક.

દોસ્તો આપણા શરીરના કેટલાક અંગ એવા છે જેને નિયમિત રીતે સાફ કરવા પડે છે. જો આ અંગની સફાઈ પર ધ્યાન આપવામાં ન આવે તો દૈનિક જીવનમાં સમસ્યા થઈ શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવું જ મહત્વનું અંગ કાન છે. કાન શ્રવણ શક્તિ માટે ખૂબ જ જરૂરી છે. તેથી તેને ચોખ્ખા પણ રાખવા જોઈએ.

કાન સ્વચ્છ હોય તો જ બધું સાંભળી શકાય છે. કાનમાં વારંવાર મેલ પણ જામી જતો હોય છે. આ મેલને કાઢવો જરુરી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેને સાફ કરવામાં ન આવે તો ઓછું સંભળાય છે અને સાથે જ કાનમાં સંક્રમણ પણ થઈ શકે છે. તેના કારણે કાનમાં મેલ પણ જામી જતો હોય છે.

જો કાનની સફાઈ પર ધ્યાન આપવામાં ન આવે તો અસહ્ય પીડા થાય છે અને ઈન્ફેકશન પણ થઈ શકે છે. કાનની સફાઈ કરવામાં કાળજી પણ રાખવી પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેથી આજે તમને 5 એવા સરળ દેશી નુસખા જણાવીએ જેને કરવાથી કાનમાંથી મેલ સરળતાથી સાફ થઈ જાય છે.

1. પહેલો ઉપાય છે જે સ્નાન કરતી વખતે કરી શકાય છે. સ્નાન કરતી વખતે કાનમાં થોડા ટીપા હુંફાળુ પાણી નાખવું. ત્યારબાદ ઈયરબડથી કાન સાફ કરવા તેનાથી સરળતાથી કાનમાંથી મેલ નીકળી જાય છે.

2. કાનમાં ઓલિવ ઓઈલના થોડા ટીપા નાખવાથી પણ કાનનો મેલ બરાબર સાફ થાય છે. રાત્રે સુતા પહેલા કાનમાં ઓલીવ ઓઈલના થોડા ટીપા ઉમેરી અને કાનમાં રુ રાખી સુઈ જવું. 2 દિવસ આ રીતે કરશો એટલે મેલ નરમ પડી જશે અને બહાર નીકળી જશે.

3. કોઈપણ પ્રકારનું બેબી ઓઈલ કાનમાં નાખી શકાય છે. બેબી ઓઈલના ટીપા કાનમાં નાખી થોડીવાર પછી ઈયરબડ વડે કાન સાફ કરશો તો કાનનો મેલ નીકળી જશે.

4. કાનનો મેલ સાફ કરવા માટે હાઈડ્રોજન પેરોક્સાઈડને પાણીમાં ઉમેરી કાનમાં નાખો. પરંતુ હાઈડ્રોજન પેરોક્સાઈડની માત્રા 3 ટકાથી વધુ ન હોય તેનું ધ્યાન રાખવું. તેનાથી કાન સરળતાથી સાફ થાય છે.

5. એક કપ ગરમ પાણીમાં થોડું મીઠું ઉમેરો. મીઠું પાણીમાં ઓગળે એટલે તેમાં રુ બોળી અને તેને કાનમાં નાખો. ત્યારબાદ 1 મિનિટ સુતા રહો અને પછી જે કાનમાં પાણી નાખ્યું હોય તેને નીચે તરફ નમાવો અને પાણી કાઢી નાખો. ત્યારબાદ કાનને ઈયરબડ વડે સાફ કરી લો.

Leave a Comment