આયુર્વેદ દુનિયા

શરીરની નબળાઈ, અશક્તિ, ઉલ્ટી જેવી સમસ્યાઓને દૂર કરે છે આ વસ્તુ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ.

દોસ્તો આવડ એક એવી વસ્તુ છે જેનો સ્વાદ કડવો છે પરંતુ તે શરીરને શાંત કરનાર છે. આવળ ભારતમાં અનેક પ્રદેશમાં મળતી વનસ્પતિ છે.

આ વનસ્પતિ કોઈપણ જગ્યાએ સરળતાથી મળી જાય છે. તેમાં પીડા અને સોનેરી રંગના ફૂલ હોય છે. આ વનસ્પતિ આંખ માટે ખૂબ જ હિતકારી માનવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર આવળના ફૂલની પાંદડીઓને સાકર અને ગાયના દૂધમાં વાટી તેને ચાટી લેવાથી સગર્ભા સ્ત્રીઓને થતી ઉલટી અને ઉભકાની સમસ્યા મટે છે.

પેશાબ સંબંધિત સમસ્યા હોય તો આવડ ના ફૂલ નો ગુલકંદ બનાવીને તેનું સેવન કરવું જોઈએ. આ ગુલકંદનું સેવન કરવાથી પેટના રોગમાં તો રાહત થાય જ છે પરંતુ તેનાથી ત્વચાનો રંગ પણ સુધરે છે.

જો શરીરના કોઈ ભાગમાં મચકોડ આવી ગઈ હોય તો આવડ ના પાન તે જગ્યા પર બાંધી રાખવાથી સોજો ઉતરે છે અને દુખાવો પણ મટી જાય છે.

જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય તેમણે આવડ ના ફૂલ નો ઉકાળો જમતા પહેલા લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. આ ઉપરાંત આવડ ના ફૂલ ને સૂકવીને તેનું ચૂર્ણ બનાવીને અડધી ચમચી જેટલું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પણ ડાયાબિટીસ મટે છે.

આવડને જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે હિન્દીમાં તેને સેના, મરાઠીમાં સોનામુખી, બંગાળીમાં સનામુખી, તમિલમાં નીલા વીરાઈ વગેરે નામથી તેને ઓળખવામાં આવે છે.

રોજ સવારે અને રાત્રે આવડને સાકર સાથે લઈને ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. આ રીતે સાકર સાથે તેને લેવાથી પુરુષોની ધાતુની નબળાઈ પણ દૂર થાય છે.

આવડ ના પાન અને તેની શીંગો રેચક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની સિંગોને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવાથી કબજિયાત મટે છે. તેનું સેવન કરવાથી મૂત્રની ગરમીથી પણ મુક્તિ મળે છે.

આવડનું સૌથી વધુ ઉત્પાદન તમિલનાડુમાં અને ગુજરાત રાજ્યની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સૌથી વધુ થાય છે. આપણા દેશમાંથી આવળની નિકાસ પણ કરવામાં આવે છે. ઇસબગુલ પછી આવડ એક એવું ઉત્પાદન છે જે સૌથી વધુ નિકાસ પામે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *