આયુર્વેદ દુનિયા

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાઈ લેશો તો આ આ 5 ગંભીર બીમારીઓ થઈ જશે દૂર.

દોસ્તો લોકો એવું માને છે કે ઘી થી વજન વધે છે. પરંતુ દેશી ઘી શરીરમાં જામેલી ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. શરીરમાં ગયેલું ઘી ચરબીને બાળી તેને વિટામિનમાં પરિવર્તિત કરે છે. જેથી ખાધેલો ખોરાક ઝડપથી બચી જાય.

આ સિવાય શરીરની પાંચ ગંભીર સમસ્યાને દૂર કરવામાં પણ ઘી મદદ કરે છે. જો તમે રોજ સવારે ખાલી પેટ એક નાની ચમચી એટલે કે પાંચથી દસ ગ્રામ જેટલું ઘી હૂંફાળા પાણી સાથે લેવાનું રાખો છો તો આ પાંચ સમસ્યા તુરંત જ દૂર થાય છે.

રોજ સવારે ખાલી પેટ ઘી હુંફાળા પાણી સાથે લીધા પછી અડધો કલાક સુધી કંઈ પણ ખાવું જોઈએ નહીં તેનાથી શરીર નિરોગી બને છે.

સાંધાના દુઃખાવા – જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય તેમણે રોજ સવારે ખાલી પેટ ઘી ખાવું જોઈએ. ઘી કુદરતી રીતે લુબ્રિકન્ટથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી સાંધાના દુખાવાથી મુક્તિ મળે છે. નિયમિત રીતે ઘી ખાવાથી ઓષ્ટીયોપાયરોસિસ થવાનું જોખમ પણ ઘટી જાય છે.

વાળ અને ત્વચા માટે – રોજ સવારે ઘી ખાવાથી વાળ કુદરતી રીતે મુલાયમ અને ચમકતા રહે છે. તેનાથી ખરતા વાળની સમસ્યા પણ દૂર થાય છે.

ગાયનું ઘી ફ્રી રેડીકલ્સ નો નાશ કરે છે અને તેનાથી ત્વચા પર વધતી ઉંમરની થતી અસર અટકે છે. ઘી વાળ અને ત્વચાને નુકસાન કરતા તત્વો નો નાશ કરે છે અને કોશિકાઓને પુન જીવિત કરે છે. તેનાથી વાળ અને ત્વચા સુંદર બને છે.

કેન્સર સામે રક્ષણ – રોજ સવારે ઘી ખાવાથી શરીરમાં કેન્સર સેલ્સને વધતા અટકાવી શકાય છે. ઘીમાં એન્ટી કેન્સર તત્વ હોય છે જે કેન્સર ની સામે શરીરનું રક્ષણ કરે છે. સવારે ખાલી પેટ ઘી ખાવાથી કોષિકાઓ મજબૂત થાય છે.

કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક – ઘીનું સેવન સવારે ખાલી પેટ કરવાથી કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાથી મુક્તિ મળે છે. કોલેસ્ટ્રોલ વધી જાય તો હૃદય માટે હાનિકારક છે તેવામાં ખાલી પેટ ઘી નું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

આંખનું તેજ વધે છે – સવારે ખાલી પેટ ઘી ખાવાથી આંખની સમસ્યાઓ પણ દૂર થાય છે અને આંખની રોશની વધે છે.

જો આંખમાં નંબર વધારે હોય તો એક ચમચી ઘીમાં પીસેલી સાકર ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. આ રીતે ઘીનું સેવન રાત્રે સુતા પહેલા પણ કરી શકાય છે તેનાથી આંખની રોશની વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *