આયુર્વેદ

જ્યારે કિડની થાય છે ડેમેજ ત્યારે શરીરમાં જોવા મળે છે આ 6 લક્ષણ, સમયસર ચેતી જવું છે જરૂરી.

આપણા શરીરમાં બે કિડની હોય છે. અને ખૂબ જ જરૂરી છે કે કિડની બરાબર રીતે કામ કરતી રહે. કિડની આપણા શરીરમાં ફિલ્ટર તરીકે કામ કરે છે.

તે શરીરમાં ગયેલા ખરાબ તત્ત્વોને ફિલ્ટર કરે છે અને શરીરમાં શુદ્ધ રક્તનો પ્રવાહ યથાવત રાખે છે અને ખરાબ અને નકામા તત્વોને પેશાબ માટે બહાર કાઢે છે.

કિડની શરીરને અંદરથી શુદ્ધ કરે છે તેથી તે ખૂબ જ મહત્વનું અંગ છે. જો કિડની પ્રક્રિયામાં ખલેલ પડે કે કિડની કામ કરતી બંધ થઈ જાય તો શરીર જોખમમાં મુકાઈ જાય છે. કારણ કે તેમાં અંદર ગયેલો કચરો શરીરના અંગોમાં ફેલાવવા લાગે છે અને સમસ્યા જટિલ બની શકે છે.

લોહીમાં એવા ઘણા તત્વો હોય છે જેને અલગ કરીને શરીરમાંથી બહાર કાઢવા જરૂરી હોય છે જો આ કામ ન થાય તો જીવ ઉપર જોખમ ઊભું થઈ જાય છે.

જોકે કિડનીમાં કોઈપણ પ્રકારની સમસ્યા થઈ જાય તે પહેલાં શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જો આ લક્ષણોને ગંભીરતાથી લઈ અને કિડનીની સારવાર શરૂ કરી દેવામાં આવે તો કિડનીને ફેલ થતાં બચાવી શકાય છે અને વ્યક્તિનો જીવ પણ બચી જાય છે. આ છ લક્ષણો કયા છે તે પણ જાણી લો.

1. પેટમાં જો ડાબી કે જમણી બાજુ અસહ્ય દુખાવો થોડીવાર માટે અચાનક થાય તો તે કિડની ખરાબ થઈ હોવાનું સંકેત હોઈ શકે છે.

2. શરીરનું વજન અચાનક વધવા લાગે અથવા તો હાથ કે પગમાં સોજા રહેતા હોય તો તે પણ કિડની ખરાબ થઈ હોવાનું લક્ષણ હોઈ શકે છે.

3. યુરીન પાસ કરતી વખતે લોહી નીકળે તો તુરંત જ કીડનીની તપાસ કરાવવી જોઈએ.

4. જો યુરીન પર કંટ્રોલ રહેતો ન હોય અને અચાનક જ યુરીન પાસ થઈ જતું હોય તો શક્ય છે કે કિડનીમાં કોઈ સમસ્યા હોય અને તેની સારવાર કરાવવાની જરૂર હોય.

5. પેશાબ કરતી વખતે જો બળતરા થાય અથવા તો પેશાબ કર્યા પછી બેચેની થવા લાગે તો આ લક્ષણને ગંભીરતાથી લેવું જોઈએ. આ સિવાય વારંવાર યુરિન ઇન્ફેક્શન થઈ જતું હોય તો પણ કિડની ખરાબ થઈ હોવાનું તે લક્ષણ હોઈ શકે છે.

6. જો તમે આખો દિવસ દોડધામ કરી હોય અને થાક લાગતો હોય તો તે સામાન્ય છે. પરંતુ આખો દિવસ કોઈ પણ પ્રકારના શ્રમ વિના પણ શરીરમાં થાક જણાય અને ભૂખ પણ લાગતી ન હોય તો સમજી લેવું જોઈએ કે કિડનીમાં સમસ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *