દોસ્તો એરંડો એવો પાક છે જેની બધી જ વસ્તુઓ ઉપયોગમાં આવે છે. આયુર્વેદમાં ઔષધી તરીકે એરંડાના મૂળ છાલ તેના બિયા તેમજ તેલનો પણ વિવિધ સમસ્યાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. એરંડા સફેદ અને લાલ એમ બે પ્રકારના હોય છે.
સફેદ એરંડો તીખો અને ગરમ હોય છે જ્યારે લાલ એરંડો તુરો તેમજ કડવું હોય છે. લાલ એરંડો વાયુ કફ દમ રક્ત દોષ ને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે સફેદ એરંડો કોડ પ્રમેય પિત્ત અને મેદને ઘટાડવામાં મદદ કરે છે.
રાત્રે સુતા વખતે બે ચમચી એરંડિયું પીવાથી સવારે મળ સાફ આવે છે. એરંડિયા ને ગરમ દૂધ અથવા હૂંફાળા પાણી સાથે ઉમેરીને પીવું જોઈએ. એરંડિયું પીવાથી હરસ ની તકલીફમાં પણ રાહત થાય છે.
જો પેટમાં વાયુ ભરાયો હોય અને દુખાવો થતો હોય તો તેમાં પણ એરંડિયું લાભ કરે છે. તેવામાં એરંડિયાને દૂધમાં ઉમેરીને પીવાથી ફાયદો થાય છે. આ તકલીફમાં એક ગ્લાસ દૂધમાં બે ચમચી એરંડિયું ઉમેરવું.
સાંધાનો દુખાવાની તકલીફ હોય કે સાંધામાં સોજો આવી ગયો હોય તો થોડું એરંડિયું અને સરસવનું તેલ બરાબર ગરમ કરી તેનાથી સાંધા પર માલિશ કરીને કપડું બાંધી દેવું જોઈએ. આ ઉપાય નિયમિત રીતે થોડા દિવસ કરવાથી સાંધાના દુખાવા અને સોજા દૂર થાય છે.
પેટના કોઈ પણ પ્રકારના વિકાર હોય અથવા તો કમરનો દુખાવો રહેતો હોય તો એરંડિયાના 10 ગ્રામ બીજને વાટી તેમાં પા લીટર દૂધ અને તેનાથી અડધું પાણી ઉમેરીને બરાબર ઉકાળો. આ મિશ્રણ જ્યારે અડધું બચે ત્યારે તેમાં સાકર ઉમેરીને તેનું સેવન કરવું.
શરીરમાં કોઈ જગ્યાએ ઈજા થઈ હોય અને રક્ત વહેતું હોય તો તેમાં એરંડિયું લગાડીને પાટો બાંધી દેવાથી લોહી નીકળતું બંધ થાય છે. હરસ ના કારણે દુખાવો થતો હોય અથવા તો હરસ બહાર નીકળી ગયા હોય તો એરંડિયું લગાડવાથી તે સુકાઈ જાય છે.
જે લોકોને વધારે કબજિયાત રહેતી હોય તેમણે એરંડિયાનું સેવન કરવું જોઈએ તેનાથી કબજિયાત દૂર થઈ જાય છે અને હરસ ની તકલીફ રહેતી નથી.
પાયોરી અને દૂર કરવા માટે પણ એરંડિયામાં થોડું કપૂર ઉમેરીને સવારે અને સાંજે પેઢા પર ઘસવાથી પાયોરીયા મટે છે. જો આંખમાં કોઈ વસ્તુ ગઈ હોય અને તેના કારણે ખટકો થતો હોય તો એરંડિયાનું એક ટીપું આંખમાં નાખવાથી તુરંત જ રાહત મળી જાય છે.
ઘણા લોકોને એડી ખૂબ જ ફાટી જતી હોય છે તેવામાં પગને થોડીવાર ગરમ પાણીમાં રાખી બરાબર રીતે સાફ કરી પછી એરંડિયું લગાડી દેવું. તેનાથી તુરંત જ રાહત મળે છે.