રાજગરો એવી વસ્તુ છે જેનો ઉપયોગ ફરાળ દરમિયાન થાય છે. વ્રત અને ઉપવાસ દરમિયાન ખવાતી આ વસ્તુ ગુણોનો ખજાનો છે.
રાજગરાથી ફરાળી વાનગીઓ ઉપરાંત લાડુ, શીરો પણ બને છે. રાજગરો ખાવો સ્વાસ્થ્ય વર્ધક પણ છે.
રાજગરો ખાવાથી શરીરની ઘણી જટીલ સમસ્યાઓ મટે છે. આયુર્વેદમાં પણ રાજગરા વિશે જણાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કરવાથી કોઈપણ બીમારી સરળતાથી મટી શકે છે. ખાસ કરીને પેટની જટલીસ સમસ્યા કબજિયાત અને સાંધાના દુખાવા.
રાજગરો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેના કારણે પેટની બળતરા મટે છે. તેનાથી સાંધાના દુખાવા અને સોજા બંને દુર થાય છે. વધારે પડતું બહારનું ભોજન ખાવાથી અને અનિયમિત રીતે ભોજન કરવાથી કબજિયાત થાય છે.
કબજિયાત થવાનું મુખ્ય કારણ ભોજનનું પાચન ન થવું હોય છે. તેના કારણે મોઢામાં ચાંદા પણ પડી જાય છે અને પેટમાં દુખાવો પણ થાય છે.
આ સમસ્યાને રાજગરો મટાડે છે. કબજિયાત થઈ હોય તો આહારમાં રાજગરો લેવો જોઈએ. તેમાં ફાયબર હોય છે જે કબજિયાત મટાડે છે.
રાજગરો કેલ્શિયમ અને વિટામીન કેથી પણ ભરપુર હોય છે તેનું સેવન કરવાથી હાડકાના રોગ, દુખાવો, વગેરે ટે છે. તેનાથી શરીરમાં રહેલું બેડ કોલેસ્ટ્રોલ પણ મટે છે. રાજગરો ખાવાથી હાર્ટ પ્રોબ્લેમથી પણ રાહત મળે છે.
ગર્ભવતી મહિલાઓ માટે પણ રાજગરો લાભકારી છે. તેનું સેવન કરવાથી મહિલાઓને જરૂરી ફોલિક એસિડ મળી રહે છે. ગર્ભવતી મહિલાઓ આહારમાં રાજગરો લેવાનું રાખે તો તેનાથી બાળકને જરૂરી પોષણ પણ મળે છે.
રાજગરામાં એન્ટી ઓક્સીડન્ટ તત્વ હોય છે જે શરીરને નિરોગી રાખે છે અને સાથે જ શરીરને સશક્ત બનાવે છે.
તેનાથી આંખનું તેજ પણ વધે છે. જે લોકોના શરીરમાં લોહીની ઊણપ હોય તેમણે પણ રાજગરો લેવો જોઈએ. તેનાથી હિમોગ્લોબીન વધે છે.
રાજગરો લેવાથી શરીરમાં આયરનની ખામી રહેતી નથી. તેનાથી એનિમિયા દુર થાય છે. રાજગરો પ્રોટીન અને વિટામીનનો પણ ખજાનો છે તેનાથી કફ, શરદી, શ્વાસની તકલીફ જેવી સમસ્યા પણ દુર થાય છે.