આયુર્વેદ

અઠવાડિયામાં એકવાર ખાવી જ જોઈએ અડદની દાળ, માથાથી પગ સુધી થતી અનેક સમસ્યા આ દાળ કરે છે દૂર.

દોસ્તો દરેક ઘરમાં રોજેરોજ દાળ બનતી હોય છે. પરંતુ તેમાં મોટાભાગે તુવેરની અને મગની દાળનો ઉપયોગ થાય છે.

જોકે અડદની દાળનો ઉપયોગ કરવાથી પણ ખૂબ જ લાભ થાય છે તે વાતથી લોકો અજાણ હોય છે. આજે તમને જણાવીએ કે અડદની દાળનો ઉપયોગ કરવાથી કેવી રીતે શરીરને લાભ થાય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે સપ્તાહમાં એકવાર તો અડદની દાળ ખાવી જ જોઈએ. અડધી ની દાળ મહિલાઓ માટે ખૂબ જ ગુણકારી છે તેમાં એવા પોષક તત્વો હોય છે જે મહિલાઓ માટે જરૂરી છે અને તેમને શક્તિ આપે છે.

ઘણી મહિલાઓને માસિક અનિયમિત આવતું હોય છે તેવામાં અડદની દાળનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.

સાથે જ પુરુષોની પ્રજનન શક્તિ પણ અડદની દાળ વધારે છે. જે પુરુષોનું વીર્ય ખૂબ જ ઓછું હોય તેમણે પણ અડદની દાળનો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ.

અન્ય દળની સરખામણીમાં અડદની દાળમાં ખાસ પ્રકારનું પ્રોટીન મળે છે જેનું સેવન કરવાથી પુરુષોની પ્રજનન ક્ષમતા વધે છે.

દિવસ દરમિયાન સતત થાક અને નબળાઈનો અનુભવ થતો હોય તેવા લોકોએ ભોજનમાં અડદની દાળ ખાવી જોઈએ તેમાં નટ્રલ નામનું દ્રવ્ય હોય છે જે શરીરને શક્તિ આપે છે.

સખત માથાનો દુખાવો થતો હોય અથવા તો સ્ટ્રેસના કારણે અનિદ્રની તકલીફ રહેતી હોય તેને અડદની દાળને ફાટીને તેનો લેપ કરી માથા પર લગાડવો જોઈએ તેનાથી માથાની ગરમી દૂર થાય છે સ્ટ્રેસ દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.

શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલ સતત વધી રહ્યું હોય તો અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે તેમાં દૂધ અને સાકર ઉમેરીને તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

જે લોકોને હાઈ બ્લડ પ્રેશર કે હૃદય રોગ હોય તેમણે અડદની દાળનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી હૃદય રોગમાં રાહત થાય છે અને હાઈ બ્લડ પ્રેશરથી પણ મુક્તિ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *