ઘણી વખત એક જ સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી કે હાથ કે પગ એક જ સ્થિતિમાં રાખવામાં આવે અને તેને હલાવવામાં ન આવે તો ખાલી ચડી જતી હોય છે.
જ્યારે ખાલી ચડી ગયા નો અનુભવ થાય છે તો તે અંગને હલાવી શકાતું નથી તે સુન્ન થઈ જાય છે.
સૌથી વધારે હાથ કે પગમાં ખાલી ચડી જતી હોય છે. તેનું કારણ હોય છે કે શરીરનું તે ભાગ લાંબો સમય સુધી દબાઈ રહે છે અને ત્યાં રક્ત પરિભ્રમણ બંધ થઈ જાય છે.
આ સ્થિતિમાં તે જગ્યા શૂન્ય થઈ જાય છે. એવું લાગે છે કે તેના ઉપર કંટ્રોલ નથી અને તેને હલાવી શકાતું નથી.
જોકે ખાલી ચડવાના અન્ય કારણો પણ છે. જ્યારે શરીરમાં બી12 ની ખામી હોય ત્યારે હાથ કે પગમાં ખાલી ચડી જતી હોય છે. જ્યારે પણ આવી રીતે ખાલી ચડી જાય ત્યારે શું કરવું જોઈએ તે પણ તમને જણાવીએ.
જ્યારે પણ હાથ કે પગમાં ખાલી ચડી જાય ત્યારે આ ઉપાય કરવાથી તુરંત જ રાહત મળે છે. જેમકે પાણીમાં લીંબુ અને ખાંડ ઉમેરીને લીંબુ શરબત બનાવીને વ્યક્તિને પીવડાવી દેવું જોઈએ. તેનાથી તુરંત જ શરીરમાં એનર્જી આવે છે અને ખાલી પણ ઉતરી જાય છે.
જ્યારે હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે પણ શરીરમાં ખાલી ચડી જતી હોય છે. હિમોગ્લોબીન 12% થી ઓછું હોય તો નિયમિત રીતે બીટ અને પાલક ખાવી જોઈએ. જો હિમોગ્લોબીન યોગ્ય પ્રમાણમાં હશે તો ખાલી ચડવાની સમસ્યાથી મુક્તિ મળી જશે.
બી 12 ની ઉણપ હોય ત્યારે પણ ખાલી ચડી જતી હોય છે. આ ઉણપને દૂર કરવા માટે આહારમાં આથાવાળો ખોરાક જેમકે ઢોકળા, ઈડલી ખમણ ઈદડા વગેરેનું સેવન કરવું જોઈએ.
આ ઉપરાંત નિયમિત રીતે ફણગાવેલા કઠોળ ખાવાથી પણ બી12 ની ખામી દૂર થઈ જાય છે અને હાથ પગમાં ચડતી ખાલી ની સમસ્યાથી મુક્તિ મળે છે. રોજ સવારે અને સાંજે એક એક ઈંડાનું સેવન કરવાથી પણ આ ઉણપને દૂર કરી શકાય છે.
આ તકલીફ ને દૂર કરવા માટે પાણી ની મદદ પણ લઈ શકાય છે. જેમકે પીવાનું પાણી અડધું મિનરલ અને અડધું સાદું પાણી મિક્સ કરીને પીવું જોઈએ. આ રીતે પાણી પીવાથી પણ શરીરને જરૂરી તત્વો મળી જાય છે.