આપણા દૈનિક આહારમાં રોટલી મહત્વનો ખોરાક છે. શાક દાળ કોઈ પણ પ્રકારના બને પરંતુ તેની સાથે રોટલી તો અચૂક હોય છે.
આમ તો આપણા દૈનિક આહારમાં રોટલી જ મુખ્ય ખોરાક છે અને પછી બીજું બધું આવે છે. કારણ કે લોકો સૌથી વધારે રોટલી ખાતા હોય છે.
પરંતુ રોટલી એવી વસ્તુ પણ છે જેને વધારે પ્રમાણમાં ખાવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ પર ખરાબ અસર થાય છે.
જે રીતે વધારે પ્રમાણમાં ખોરાક લેવાથી ખોરાકનું પાચન થતું નથી તે રીતે જો રોટલી પણ વધારે ખાવામાં આવે તો તે શરીરમાં જાય છે અને ચરબી વધારવાનું કામ કરે છે.
જો શરીરમાં ચરબી વધી જાય તો તે હાર્ટ માટે પણ નુકસાનકારક છે. તેથી જરૂરી છે કે દૈનિક આહારમાં યોગ્ય પ્રમાણમાં જ રોટલીનું સેવન કરવું જોઈએ.
દિવસ દરમિયાન આપણે સવારે નાસ્તો બપોરે ભોજન અને રાત્રે ભોજન કરતા હોય છે. આ ત્રણ વખત ના ભોજન સિવાય લોકો દિવસમાં થોડું થોડું નાસ્તો પણ કરતા હોય છે. એટલે કે લોકો દિવસમાં પાંચથી છ વખત થોડું થોડું કરીને ખાતા હોય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે થોડા થોડા પ્રમાણમાં માપસર ભોજન કરવાથી વધારે લાભ થાય છે. તેનાથી શરીરની ચરબી પડે છે અને મેટાબોલિઝમ સુધરે છે.
તેનાથી બ્લડ સુગર લેવલ પણ જળવાઈ રહે છે અને એનર્જી વધે છે. એક સમયે એક સાથે વધારે પડતું ભોજન કરવાને બદલે થોડું થોડું ખાવાથી વજન પણ ઘટાડી શકાય છે.
ખાસ કરીને રોટલી ની વાત આવે તો દિવસ દરમિયાન નિયત માત્રામાં રોટલી ખાવી જોઈએ. રોટલી એવી વસ્તુ છે જેના દ્વારા શરીરને કાયબોહાઈડ્રેટ પ્રોટીન ફાઇબર જેવા પોષક તત્વો મળે છે.
તેનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો આ વસ્તુઓ શરીરમાં વધી જાય છે અને તેના કારણે વજન પણ વધી શકે છે.
તેથી સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે સાવ એક સામાન્ય વ્યક્તિએ દિવસ દરમિયાન છ થી આઠ રોટલી ખાવી જોઈએ. જો લોકોનું કામ મહેનત વાળું હોય તો તેઓ બાર રોટલી ખાઈ શકે છે.
જે લોકોનું વજન વધારે છે અને તેઓ પોતાનું વજન ઘટાડવાના પ્રયત્ન કરી રહ્યા છે તેમણે તો દિવસ આખામાં પાંચ જ રોટલી ખાવી જોઈએ.
વજનને કંટ્રોલ કરવા માટે જરૂરી છે કે કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ નિયંત્રિત કરવામાં. તેથી જો વજન સામાન્ય કરવું હોય તો આખા દિવસ દરમિયાન પાંચ જ રોટલી ખાવી અને ખાસ કરીને સાંજના પાંચ વાગ્યા પછી રોટલી ખાવી નહીં.
જો તમે વજન વધારવા ઈચ્છો છો તો તમે આખો દિવસ દરમિયાન કોઈપણ સમયે રોટલી ખાઈ શકો છો. તમે જેટલી રોટલી વધારે ખાશો તેટલું શરીરમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ વધારે જશે અને વજન વધવામાં મદદ મળશે.