આયુર્વેદ દુનિયા

જે લોકો ચા પીધા પછી કરે છે આ ભૂલ તેઓ બની શકે છે કેન્સર જેવી બીમારીનો ભોગ.

દોસ્તો ચા એવી વસ્તુ છે જેના વિના કોઈ પણ વ્યક્તિની સવાર પડતી નથી. દિવસની શરૂઆત ગરમા ગરમ ચા થી થતી હોય છે.

સામાન્ય રીતે શિયાળા દરમિયાન જ ગરમ ગરમ વસ્તુ ખાવાની મજા આવે છે પરંતુ ચા એવી વસ્તુ છે જે બારેમાસ ગરમા ગરમ પીવાની મજા આવે છે. પરંતુ આજે તમને જણાવીએ કે ગરમ ચા તમને કેન્સરનો ભોગ પણ બનાવી શકે છે.

એક સંશોધન અનુસાર આ ચોકાવનારો ખુલાસો થયો છે. સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે ગરમ ગરમ ચા પીવાની આદત ધરાવો છો તો આદતને છોડી દેવી.

સંશોધનના તારણ અનુસાર ગરમ ગરમ ચા કે કોફી પીવાથી અન્નનળી કે ગળાનું કેન્સર થવાનું જોખમ આઠ ગણું વધી જાય છે.

વધુ પડતી ગરમ ચા કે કોફી પીવાથી ગળાના અને અન્નનળીના ટીશુને નુકસાન થાય છે. તેથી જે લોકો ચા કે કોફી ગેસ ઉપરથી ઉતાર્યા પછી બે જ મિનિટમાં પી લેતા હોય તેમને કેન્સર થવાનું જોખમ પાંચ ગણું વધી જાય છે.

આ સંશોધનમાં 50000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે જે લોકો વધારે ગરમ ચા કે કોફી પીતા હતા તેમના ગળાને વધારે નુકસાન થયેલું હતું. આવી સ્થિતિમાં ફક્ત કેન્સર જ નહીં પરંતુ અળસર એસીડીટી અને પેટ સાથે સંબંધિત બીમારી પણ થઈ શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે કોઈપણ ગરમ વસ્તુ બને પછી પાંચ મિનિટનો સમય આપવો જોઈએ અને પછી જ તેનું સેવન કરવું જોઈએ. આ સિવાય દિવસ દરમિયાન ત્રણ કપથી વધારે ચા પીવાનું ટાળવું જોઈએ. સાથે જ સવારે ખાલી પેટ ચા પણ ન પીવી.

ઘણા લોકોને જમીને તુરંત જ ચા પીવાની ટેવ હોય છે તેનાથી પણ સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે કારણ કે ભોજન ના પોષક તત્વોનો ચા નાશ કરી નાખે છે.

આ સિવાય કેટલા લોકો રાત્રે સુતા પહેલા ચાલુ સેવન કરે છે આમ કરવાથી પણ તેમાં રહેલું કેફીન તત્વ શરીરને નુકસાન કરે છે.

આ રીતે બનાવો ચા :-

સ્વાસ્થ્યને નુકસાન ન કરે તેવી ચા બનાવવી હોય તો સૌથી પહેલા પાણી ઉકાળવું અને પછી તેમાં ચાની ભૂકી ઉમેરવી. તે બરાબર ઉકળી જાય પછી જરૂર અનુસાર દૂધ ઉમેરો.

આ સિવાય ચા ને વધારે પડતી ઉકાળવી પણ ન જોઈએ. ચા ને વધારે ઉકાળવાથી ચાનો ટેસ્ટ બગડે છે અને સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *