દોસ્તો મસા એક એવી સમસ્યા છે જેનાથી ઘણા લોકો પરેશાન હોય છે. મસાજ શરીરના કોઈપણ અંગ પર થઈ જતા હોય છે. આ મસા જો ચેહરા પર હોય તો તેના કારણે ચહેરાની સુંદરતા ઘટી જાય છે.
ચેહરા પર થયેલા સ્મશાને દૂર કરવા માટે ઘણા લોકો સર્જરી પણ કરાવતા હોય છે. પરંતુ સર્જરીનો ખર્ચ દરેક વ્યક્તિને પોસાય તેવો હોતું નથી.
સાથે જ લોકોને મસાથી મુક્તિ તો મેળવવી જ હોય છે. એટલા માટે જ આજે તમને કેટલાક સરળ અને ઘરેલુ ઈલાજ જણાવીએ જેને અજમાવીને તમે મસાથી મુક્તિ મેળવી શકો છો.
કરનાર રસોડામાં રહેલી કેટલીક વસ્તુનો ઉપયોગ નિયમિત રીતે કરશો તો ચહેરા પર થયેલા કાળા કે ભૂરા રંગના મસા કોઈપણ જાતના નુકસાન વિના ચહેરા પરથી દૂર થઈ જશે. મસા દૂર થયા પછી ચહેરા પર કોઈ પણ પ્રકારના ડાઘ કે નિશાન પણ રહેશે નહીં.
1. બટેટાની મદદથી ચહેરાના મસાને દૂર કરી શકાય છે. તેના માટે બટેટાને છીણીને તેની પેસ્ટ બનાવી લેવી અને પછી મસા થયા હોય તેના ઉપર થોડી વાર લગાવી રાખો. આ રીતે નિયમિત ઉપાય કરવાથી થોડા જ દિવસોમાં મસા દૂર થઈ જશે.
2. વિનેગર માં પણ એવા તત્વો હોય છે જે મસા ને જડ મૂળથી દૂર કરી શકે છે. મસાને દૂર કરવા માટે વિનેગરમાં રુ બોળી અને મસા ઉપર લગાવવું. તેનાથી એક જ દિવસમાં મસા દૂર થઈ જાય છે.
3. બારેમાસ મળતા કેળા પણ મસાને દૂર કરવાનો રામબાણ ઈલાજ છે. કેળાની છાલમાં ઓક્ષીકરણ તત્વ હોય છે જે મસા ને ઝડપથી દૂર કરે છે.
કેળાની છાલને મસા પર થોડી વાર રાખી મૂકો અને પછી હળવા હાથે મસાજ કરો. થોડા દિવસ આ ઉપાય કરી લેશો એટલે મસા દૂર થઈ જશે.
4. દરેક વ્યક્તિના ઘરમાં ડુંગળી તો હોય જ છે. ડુંગળીના રસનો ઉપયોગ કરવાથી પણ મસ્ત 20 દિવસમાં દૂર થાય છે.
તેના માટે ડુંગળીનો રસ કાઢીને તેને મસાની ઉપર લગાવી અને મસાજ કરવી. ડુંગળીનો રસ દિવસમાં બે થી ત્રણ વખત લગાડવાથી મસા મટી જાય છે.
5. ઘીમાં કુદરતી રીતે એવા તત્વો હોય છે જે મસાને દૂર કરી શકે છે. આ ઉપાય કરવાથી મસા ઝડપથી દૂર થાય છે.
તેના માટે જૂનામાં થોડું ઘી ઉમેરીને મસા પર લગાડી દેવું. 10 થી 15 મિનિટ પછી ચુનાને સાફ કરી લેવો. આ ઉપાય થોડા દિવસ કરશો એટલે મસા મટી જશે