પાણીપુરીનું નામ આવતાં જ નાના મોટા સૌ કોઈને મોઢામાં પાણી આવી જાય. પાણીપુરી એવી વસ્તુ છે તેને ખાતા પેટ ભરાય પણ મન ન ભરાય. ઘણા લોકો તો એવા શોખીન હોય છે કે તેમને રોજેરોજ પાણીપુરી ખાવા મળે તો પણ તેઓ ખાઈ શકે છે.
જો કે નાના મોટા સૌકોઈને ભાવે તેવી પાણીપુરી ખાવી સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. મોટાભાગના લોકો આ વાતથી અજાણ હોય છે. તેમને પાણીપુરી ખાવાથી થતા લાભ વિશે ખબર હોતી નથી.
પાણીપુરી ચટપટી, સ્વાદિષ્ટ હોય છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે પરંતુ મોટાભાગના લોકો માને છે કે પાણીપુરી ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
પાણીપુરી સ્વાસ્થ્ય માટે એટલા માટે લાભકારી છે કે તેને બનાવવામાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે બધી જ સ્વાસ્થ્યને લાભકર્તા છે.
જેમકે તેનું પાણી બનાવવામાં ફુદીનો, આદુનો ઉપયોગ થાય છે તે પાચનક્રિયા સુધારે છે અને કબજિયાત દુર કરે છે. તેનાથી પેટની બીમારી દુર થાય છે.
પાણીપુરી સપ્તાહમાં 2 વખત ખાવામાં આવે તો તેનાથી પાચનક્રીયા સુધરે છે અને મજબૂત થાય છે. કારણ કે તેમાં ફુદીનો, કોથમીર, આદુ, જીરું, હીંગ, સંચળ અને લીંબુનો ઉપયોગ થાય છે.
આ વસ્તુઓનું મિશ્રણ સ્વાસ્થ્ય વર્ધક પણ છે. તેમાં ઔષધીય ગુણ છે જે રોગથી મુક્તિ અપાવે છે.
જો કે પાણીપુરીનું સેવન ચોમાસા દરમિયાન ન કરવું જોઈએ. આ સીઝન દરમિયાન સ્વચ્છતાનો અભાવ હોય છે અને આ સમયે પાણીપુરી ખાવાથી બીમાર પડી શકાય છે. આ સિવાય કોઈપણ સમયે પાણીપુરી ખાશો તો તેનાથી નીચે દર્શાવ્યાનુસારના ફાયદા થશે.
વજન ઘટશે – પાણીપુરી હળવો ખોરાક છે. તેનું સેવન કરવાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે તેથી વજન કંટ્રોલમાં રહે છે. જો કે એકસાથે વધારે પાણીપુરી ખાવાની આદત હોય તો તેને ટાળવી જોઈએ.
પેટની સમસ્યા – પેટમાં ગેસ, કબજિયાત જેવી તકલીફ હોય તો તે પાણીપુરીનું સેવન કરવાથી દુર થાય છે. પાણીપુરીનું પાણી પાચનક્રીયાને ઉત્તેજિત કરે છે અને મૂડ રીફ્રેશ કરે છે. તેથી પેટની સમસ્યા પણ દુર થાય છે.
બળતરા અને ઓડકાર મટે છે – તળેલું કે મસાલેદાર ખાવાથી જે બળતરા અને તીખા ઓડકાર આવતા હોય છે તેની સમસ્યા પણ પાણીપુરી ખાવાથી મટે છે.
પેટનો દુખાવો – પાણીપુરીના પાણીમાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે વસ્તુઓ પેટનો દુખાવો દુર કરવા માટે દવા સમાન ઉપયોગી છે. તેથી જો તમે સપ્તાહમાં 2 વાર પાણીપુરી ખાવ છો તો તેનાથી તમને લાભ થાય છે.