દોસ્તો 40 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ ઉંમર પછી શરીર નબળું પડે છે અને પોષક તત્વોની ઉણપ પણ સર્જાવા લાગે છે. આ સમય દરમિયાન જો નિરોગી અને સ્વસ્થ રહેવું હોય તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
જો સમયસર તમે આ વાતોનું ધ્યાન રાખશો તો શરીર 40 વર્ષની ઉંમર પછી પણ તંદુરસ્ત રહેશે અને દવા લેવા માટે ડોક્ટર પાસે જવું પડશે નહીં. 40 વર્ષની ઉંમર પછી સૌથી વધારે જરૂરી છે કે નિયમિત રીતે બીપી અને ડાયાબીટીસ ચેક કરાવવામાં આવે.
આ સિવાય દૈનિક આહારમાં મીઠું, ખાંડ અને સ્ટાર્ચ યુક્ત વસ્તુઓનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ. આ વસ્તુઓનું સેવન જેટલું ઓછું કરશો તેટલું શરીર માટે સારું છે.
આ સિવાય 40 વર્ષની ઉંમર પછી લીલા પાનવાળા શાકભાજી, લીંબુપાણી, હળદર, આદુ જેવી સ્વાસ્થ્ય વર્ધક વસ્તુઓ વધારે લેવી જોઈએ.
બને ત્યાં સુધી લીલા અને તાજા શાકભાજી ખાવા જોઈએ અને આહારમાં પણ સલાડનો ઉપયોગ વધારે કરવો જોઈએ. તેનાથી શરીરને જરુરી પોષકતત્વો અને વિટામીન મળે છે.
40 વર્ષની ઉંમર પછી બદામ અને સીંગદાણાનું સેવન પણ કરવું જોઈએ. બંને વસ્તુઓને પાણીમાં રાત્રે પલાળી અને સવારે તેનું સેવન કરવું. આ બંને વસ્તુ આરોગ્ય માટે લાભકારી છે.
આ સિવાય વધતી ઉંમરે નાની વાત પર ગુસ્સો આવી શકે છે. પરંતુ ક્રોધ કરવાથી બચવું જોઈએ. તેનાથી શરીરના કોષ નબળા પડે છે. સાથે જ વિચારોની નકારાત્મકતાને દુર કરો.
સકારાત્મક વિચારો આરોગ્ય પણ સારું રાખે છે. દિવસની શરુઆત આ ઉંમરે હંમેશા હુંફાળુ પાણી પીને કરવી જોઈએ. સવારે વહેલા જાગી જવું અને હુંફાળુ પાણી પી હળવી કસરત કરવાનું રાખો. તેનાથી શરીર નિરોગી રહે છે.
દિવસ દરમિયાન પ્રાણાયામ અને ધ્યાન કરવાથી પણ લાભ થાય છે. જે લોકોનું વજન વધતી ઉંમરે વધી રહ્યું હોય છે તેમણે વજન ઓછું કરવા પર ધ્યાન આપવું જોઈએ અને સાથે જ વ્યસન છોડી દેવા જોઈએ.
40 વર્ષની ઉંમરથી રાત્રે ઉજાગરા બંધ કરી વહેલા સુઈ જવાનું રાખવું જોઈએ. તેનાથી સવારે જલદી જાગી શકાય છે અને વ્યાયામ માટે સમય કાઢી શકાય છે.