એકદમ નકામા ગણી ફેંકી દેવામાં આવતા આ ઠળિયા થી થઈ શકે છે હજારો બીમારીઓનો ઈલાજ, સાંધાના દુખાવાની તો છે દવા.

દોસ્તો જાંબુ એક એવું ફળ છે, જેનો સ્વાદ એકદમ ખાટો-મીઠો હોય છે. આ સાથે જ જાંબુનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કારણ કે જાંબુમાં ઘણા પોષક તત્વો મળી આવે છે પરંતુ શું તમે જાણો છો કે જાંબુની સાથે જ જાંબુના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ આપી શકે છે.

હા, જાંબુના ઠળિયાને તમે નકામી ગણીને કચરાપેટીમાં ફેંકી દો છો પંરતુ તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. જાંબુના ઠળિયા નું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જાંબુના ઠળિયામાં ફાઈબર, કેલ્શિયમ, ઝિંક, પ્રોટીન, ફોસ્ફરસ જેવા તત્વો જોવા મળે છે. આ સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ ભરપૂર હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે.

1- ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકોમાં પાચન સંબંધી સમસ્યાઓ જોવા મળે છે. પરંતુ જો તમે જાંબુના ઠળિયાનું સેવન કરો છો તો તે પાચનતંત્રને મજબૂત બનાવે છે. કારણ કે જાંબુના ઠળિયામાં ક્રૂડ ફાઈબર હોય છે, જે પાચનને સુધારે છે. તે પેટને લગતી બીમારીઓ પણ દૂર કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

2- ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુના ઠળિયાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે જાંબુના ઠળિયામાં એન્ટીડાયાબિટીક ગુણો જોવા મળે છે, તેથી તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

3- જો કોઈને કબજિયાતની સમસ્યા હોય તો તેણે જાંબુના ઠળિયાનું સેવન કરવું જોઈએ. કારણ કે તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. કારણ કે જાંબુના ઠળિયામાં સારી માત્રામાં ક્રૂડ ફાઈબર જોવા મળે છે.

4- જાંબુના ઠળિયાનું સેવન દાંત અને પેઢા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે જાંબુના ઠળિયામાં કેલ્શિયમ જોવા મળે છે, જે દાંત અને પેઢાંને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.

5- જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. તેઓએ જાંબુના ઠળિયામાં બનાવેલ પાઉડરનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં ઘણા એવા તત્વો મળી આવે છે, જે દર્દને ઓછો કરવામાં મદદગાર સાબિત થાય છે.

6- જો શરીરમાં દુખાવો અને સોજાની ફરિયાદ હોય તો જાંબુના ઠળિયાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે જાંબુના ઠળિયામાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે પીડા અને સોજો ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

જોકે યાદ રાખો કે જાંબુના ઠળિયનું વધુ માત્રામાં સેવન કરવાથી ઝાડા થઈ શકે છે. આ સાથે જાંબુના ઠળિયાનું વધુ માત્રામાં સેવન કરવાથી પેટમાં દુખાવો અને ઉલ્ટી પણ થઈ શકે છે. આ સાથે જે લોકોને લો બ્લડ પ્રેશર હોય તેમણે જાંબુના ઠળિયાનું વધુ સેવન કરવાનું ટાળવું જોઈએ.

આ રીતે તમે સેવન કરી શકો છો
1- તમને જણાવી દઈએ કે જાંબુના ઠળિયાને તડકામાં સૂકવીને તેનો પાવડર બનાવીને તેનું સેવન કરી શકાય છે.
2- આ સાથે જાંબુના ઠળિયાને પીસીને તેની ચટણી બનાવીને ખાઈ શકાય છે.
3- વળી જાંબુના ઠળિયાની ઉપરની છાલ સાફ કરીને કાચો પણ ખાઈ શકાય છે.

Leave a Comment