દોસ્તો સામાન્ય રીતે આદુને સૂકવીને સૂંઠ બનાવવામાં આવે છે. જેના સેવનથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. સૂંઠ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. સૂંઠનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
કારણ કે સૂંઠમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, સોડિયમ, વિટામિન એ, વિટામિન સી, ઝિંક, ફોલેટ એસિડ, ફેટી એસિડ જેવા ગુણો મળી આવે છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
તમે સૂંઠનો ઉપયોગ મસાલા તરીકે કરી શકાય છે. આ સાથે સૂંઠને સૂપમાં ભેળવીને પી શકાય છે. તમે સૂંઠના લાડુ બનાવીને પણ ખાઈ શકો છો. વળી તેનો ઉપયોગ ચાનો સ્વાદ વધારવા માટે કરી શકાય છે.
જો કોઈને શરદીની ફરિયાદ હોય તો તેણે સૂંઠનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનું સેવન કરવાથી શરદી, ખાંસી જેવા વાયરલ ઈન્ફેક્શનથી છુટકારો મળે છે.
આ સાથે જે લોકો વધતા વજનથી પરેશાન છે, તેમણે પણ સૂંઠનું સેવન કરવું જોઈએ. કારણ કે સૂંઠના સેવનથી મેટાબોલિઝમ સુધરે છે, જેના કારણે વજન પણ નિયંત્રણમાં રહે છે. આ માટે સૂંઠનું સેવન હૂંફાળા પાણી સાથે કરવું જોઈએ.
આ સાથે સામાન્ય રીતે માથાનો દુખાવો ની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો તમે માથાનો દુખાવો થતો હોય ત્યારે સૂંઠનું સેવન કરો તો તેનાથી માથાનો દુખાવો ની ફરિયાદ દૂર થઈ જાય છે.
જો શરીરમાં દુખાવો અને સોજાની ફરિયાદ હોય તો સૂંઠનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે સૂકા આદુમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે દુખાવો અને સોજો ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ સાથે સૂંઠ એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે, તેથી જો તમે સૂંઠનું સેવન કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેથી તમારું શરીર વાયરસ અને બેક્ટેરિયાથી બચી શકે છે.
આ સાથે સૂંઠનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. સૂંઠમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોવાથી તેના સેવનથી પાચનતંત્ર મજબૂત બને છે.
વળી સૂંઠનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે સૂંઠમાં એન્ટિ-ડાયાબિટીક અસર જોવા મળે છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.