દોસ્તો અજમા એવી વસ્તુ છે જેનો ઉપયોગ રસોઈમાં કરવાની સાથે લોકો ઔષધિ તરીકે પણ કરી શકે છે. પરંતુ મોટાભાગના લોકો અજમાનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઈ સમસ્યામાં તેના વિશે જાણતા નથી હોતા.
અજમાનો ઉપયોગ કરીને તમે પેટનો દુખાવો, ઉલટી, અપચો જેવી તકલીફોને 5થી 10 મિનિટમાં દુર કરી શકો છો. આ વસ્તુનો ઉપયોગ કરવાથી દવા કરતાં પણ ઝડપથી રાહત મળે છે.
અજમાનો ઉપયોગ કરવાથી પેટની સમસ્યા તો દુર થાય જ છે પરંતુ સાથે જ શરીરની અન્ય સમસ્યામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
જેમ કે જો તમારા દાંત પીળા પડી ગયા છે અને સફેદ કરવા હોય તો તેના માટે અજમાનો ઉપયોગ કરી શકાય છે. અજમાનો ઉપયોગ કરીને દાંતને સફેદ મોતી જેવા બનાવી શકાય છે. તેના માટે અજમાને પીસી તેનો પાવડર તૈયાર કરી લેવો અને તેના વળે દાંત સાફ કરવા.
જે દર્દીને અસ્થમાની સમસ્યા હોય તેમના માટે પણ અજમા ઉપયોગી છે. અજમાને આ તકલીફમાં ઉપયોગમાં લઈ શકાય છે. તેના માટે અજમા અને લવિંગને મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવી તેને પાણી સાથે એક ચમચી લેવાનું રાખો.
પથરીની સમસ્યા હોય અને અચાનક દુખાવો શરુ થઈ જાય તો અજમાનો ઉપયોગ કરી શકાય છે. અજમાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી તુરંત આરામ મળે છે.
પેટમાં ગેસ, અપચો, દુખાવો જેવી સમસ્યા હોય તો અજમો, હળદર અને સિંધવ નમકને મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પાચન સંબંધિત સમસ્યા દુર થાય છે.
જો કોઈ પુરુષ શારીરિક નબળાઈના કારણે જાતીય સુખ આપી શકતા ન હોય તો તેમાં પણ અજમા દવા તરીકે કામ આવે છે. અજમા, આંબલી, ગોળ ત્રણેય વસ્તુને સમાન માત્રામાં લઈ રોજ જરૂર અનુસાર લેવાથી પૌરુષત્વની સમસ્યા દુર થાય છે.
પેટ વારંવાર ખરાબ થતું હોય અને કબજિયાત કે ઝાળા થઈ જતા હોય તો એક ચમચી અજમાને બરાબર ચાવીને રોજ જમ્યા પછી ખાવાનું રાખો. તેનાથી પેટ સાફ આવે છે.
જો સુકી ઉધરસ પીછો છોડતી ન હોય તો અજમાને વાટી તેમાં મીઠું ઉમેરી હુંફાળા પાણી સાથે લઈ લેવું. તેનાથી થોડા જ દિવસમાં ફાયદો થશે.
માથાના દુખાવાની સમસ્યાને દુર કરવા માટે નાળિયેરના તેલમાં અજમા મિક્સ કરી તેને થોડું ગરમ કરી લેવું અને પછી તેને કપાળ પર લગાવી માલિશ કરવી. તેનાથી દુખાવો દુર થાય છે.