આયુર્વેદ

રોજ માત્ર એક કડી લસણ ખાશો તો પણ શરીરની આ 20થી વધારે બીમારીઓ થઇ જશે દૂર.

દોસ્તો લસણનો ઉપયોગ રસોઈમાં તો રોજેરોજ થતો હોય છે. પરંતુ લસણને કાચું ખાવાથી પણ શરીરને ખૂબ જ લાભ થાય છે.

લસણમાં વિટામીન b6, ફાઇબર પ્રોટીન મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે. જો તમે રોજ સવારે લસણની એક કડી ખાઈ લ્યો છો તો તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે રોજ સવારે ખાલી પેટ એક કડી લસણની હૂંફાળા પાણી સાથે ગળી જવી જોઈએ. ખાલી પેટ લસણની કઢી ખાવાથી નીચે દર્શાવ્યા અનુસાર ના ફાયદા થાય છે.

એસીડીટી મટે છે – રોજ સવારે એક કડી લસણની ખાશો તો પાચન સુધરશે અને એસિડિટી મટશે. તેમાં રહેલા તત્વો ગેસ્ટ્રીક સમસ્યાઓને દૂર કરે છે.

ગેસ્ટ્રીક ન્યુકોલસ લાઇનિંગ માં આવેલો સોજો દૂર કરે છે. તેમાં રહેલા તત્વો આંતરડાના ચેપને પણ મટાડે છે. લસણમાં રહેલું બાયો એક્ટિવ સંયોજનો જઠરાગ્નિના રોગને મટાડે છે.

બ્લડ પ્રેશર દૂર કરે છે અને લોહીને જામતું અટકાવે છે – લસણનું સેવન રોજ સવારે કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે તેમાં રહેલા તત્વ એવા એજન્ટ ને ઉત્તેજિત કરે છે જે લોહીને જામતું પણ અટકાવે છે.

કોલેસ્ટ્રોલ ઘટે છે – લસણમાં રહેલું તત્વ રક્તમાં જામેલા કોલેસ્ટ્રોલના સ્તરની ઘટાડવામાં મદદ કરે છે. રોજ સવારે લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ ઓક્સિડેશન નું નિર્માણ અટકે છે.

કિડનીના રોગ મટાડે છે – લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે જે કિડની ની સમસ્યાઓને દૂર કરે છે. તેમાં રહેલા સંયોજન એન્ટી હાઈપરટેન્સિવ અને એન્ટિઓક્સિડન્ટ તત્વો કિડનીની તકલીફોને મટાડે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે – કેટલાક સંશોધન જણાવે છે કે લસણમાં રહેલા તત્વ શરીરની બળતરા ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ અને સલ્ફરના સંયોજન હોય છે જે શરીરને રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે.

વાયરલ રોગો મટે છે – લસણનું સેવન નિયમિત કરવાથી શરદી ફલુ પેટની બીમારીઓ શ્વસનતંત્ર ને લગતા રોગ મટે છે. સાથે જ લસણ ખાવાથી શરીરને ઝડપથી સ્વસ્થ થવા માં મદદ મળે છે.

જોકે કોઈ વ્યક્તિને લસણની એલર્જી હોય તો તેને લસણનું સેવન કરવું જોઈએ નહીં. આ ઉપરાંત નિયમિત રીતે વધારે પ્રમાણમાં લસણ ખાવાથી પણ સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *