દોસ્તો આંકડાના ફૂલનો ઉપયોગ હનુમાનજીની પૂજામાં તો કરવામાં આવે જ છે પરંતુ આયુર્વેદમાં કેટલાક સ્વાસ્થ્ય લાભ માટે પણ આંકડાનો છોડનો ઉપયોગ થાય છે.
આંકડાના બે પ્રકારના ફૂલ થાય છે એક સફેદ અને બીજા જાંબલી. આ બંને પ્રકારના ફૂલનો ઉપયોગ શરીર માટે ગુણકારી છે.
આંકડાનો ઉપયોગ માથાથી લઈને પગ સુધીની અનેક સમસ્યામાં કરી શકાય છે. જેમકે જો પેઢામાં કે દાંતમાં દુખાવો હોય તો આંકડાના દૂધમાં રૂ પલાળીને તેમાં થોડું ઘી મિક્સ કરીને દાઢ ઉપર મૂકી દો. તેનાથી દુખાવો તુરંત જ દૂર થઈ જાય છે.
આ સિવાય દાંતની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો આંકડાના દૂધમાં મીઠું મિક્સ કરીને તેને દાંત ઉપર લગાડવાથી સમસ્યા મટે છે.
જે લોકોને એડી ફાટતી હોય તેમણે આંકડાનું દૂધ એડી પર ત્યાં સુધી મસાજ કરવો જ્યાં સુધી તે ચામડીમાં ઉતરી ન જાય. નિયમિત રીતે તેને લગાડવાથી એડી ફાટતી મટે છે.
એડીમાં કે સાંધામાં દુખાવો હોય તો આંકડાના તાજા પાનને તાવડી પર હળવા તાપે ગરમ કરો અને પછી સાંધા પર સરસવનું તેલ લગાડીને આંકડાનું પાન તેના પર બાંધી દો.
આ સિવાય શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો હોય તો આંકડાના દૂધને કાળા તલમાં ઉમેરીને વાટી લેવું. ત્યાર પછી તેના વડે માલિશ કરવાથી દુખાવો તુરંત જ દૂર થઈ જાય છે.
શરીર પર સોજો આવી ગયો હોય તો આંકડાના પાનને સોજા વાળી જગ્યા પર બાંધી દેવાથી સોજો ઉતરે છે. આ સિવાય સોજા ઉપર સરસવના તેલથી માલિશ કરવી અને પછી તેના ઉપર આંકડાનું પાન બાંધી દેવાથી પણ ખૂબ જ આરામ મળે છે.
જો ઉધરસ થઈ ગઈ હોય અને મટતી ન હોય તો આંકડાના ફૂલનો પાવડર બનાવી તેમાં પાણી ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ.
તેનાથી શરદી અને ઉધરસ ની તકલીફ મટે છે. જો વધારે પ્રમાણમાં વાળ ખરવાથી માથા પર ટાલ પડી ગઈ હોય તો તેના પર આંકડાનું દૂધ લગાડવાથી નવા વાળ ઝડપથી ઉગે છે.
આંકડાના દૂધનો ઉપયોગ કરો ત્યારે એક વાત ખાસ ધ્યાન રાખવી કે તેનું દૂધ આંખમાં પડવું જોઈએ નહીં. આંકડાનું દૂધ આંખમાં પડવાથી આંખને નુકસાન થાય છે. તેથી હંમેશા તેનો ઉપયોગ સાવધાનીથી કરવો.