આયુર્વેદ

એક દિવસમાં મોઢામાં પડેલા અને તકલીફ કરાવતાં ચાંદાથી મળશે મુક્તિ, આ છે પેટની ગરમી શાંત કરવાનો રામબાણ ઈલાજ.

દોસ્તો સુવાદાણા વિશે આજ સુધી તમે પણ સાંભળ્યું હશે. સુવાદાણા સામાન્ય રીતે પ્રસુતિ બાદ મહિલાઓને ખવડાવવામાં આવે છે. કારણ કે તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ સુવાદાણા ફક્ત મહિલાઓ જ નહીં દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે.

સુવાદાણાનો ઉપયોગ કરવાથી આમ તો ઘણી સમસ્યા મટે છે પરંતુ તે પેટની ગરમીને દુર કરવા અને મોઢામાં પડેલા ચાંદાને મટાડવા માટે અકસીર છે. સુવાદાણા તાવ, શરદી, વાયરલ ઈન્ફેકશનને દુર કરે છે. આ સમસ્યાઓમાં સુવાદાણા લેશો તો તમારે દવા લેવાની જરૂર નહીં પડે.

સુવાદાણા શરીરને લાભ ઘણા કરે છે પરંતુ તેના માટે જરૂરી છે કે તેનો ઉપયોગ યોગ્ય માત્રામાં થાય તો ચાલો તમને જણાવીએ કે કઈ સમસ્યામાં સુવાદાણાને કેવી રીતે લેવા જોઈએ અને તેનાથી કઈ કઈ સમસ્યા દુર થાય છે.

1. જેમને ભુખ ન લાગવાની સમસ્યા હોય તેમણે અડધી ચમચી સુવાદાણામાં એક ચમચી ગોળ ઉમેરીને બરાબર ચાવીને ખાવું જોઈએ.

2. યાદશક્તિ નબળી હોય અને મગજની નબળાઈ હોય તો અડધી ચમચી ચૂર્ણ 1 ચમચી મધ સાથે લેવાનું રાખવું.

3. જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય તેમણે એક ગ્લાસ દૂધમાં સુવાના પાનની પેટ ઉમેરી પીવું જોઈએ.

4. પેટમાં કૃમિની સમસ્યા હોય તો સુવાને પાણી ઉમેરી વાટી લેવા અને પછી તેને દર્દીને આપવાથી સમસ્યા દુર થાય છે.

5. જો કોઈને હેડકી આવતી હોય અને બંધ થવાનું નામ ન લેતી હોય તો સુવા ઉકાળેલું પાણી પીવડાવવું. હેડકી તુરંત બંધ થાય છે.

6. સુવાદાણાનું સેવન નિયમિત કરવાથી સ્ત્રીઓને થતી યોનિશૂળ સહિતની ગર્ભાશયની તકલીફો મટે છે.

7. સુવાદાણા ઉકાળેલું પાણી પીવાથી પથરી અને પેશાબ સંબંધિત સમસ્યા મટે છે.

8. ઉલટી બંધ થતી ન હોય તો દર્દીને સુવાદાણા મધ સાથે આપવા જોઈએ. તેનાથી ઉલટીબંધ થાય છે.

9. પાચનશક્તિ સુધારવા માટે અડધી ચમચી સુવા નિયમિત લેવા જોઈએ. તેનાથી પેટની તકલીફો દુર થાય છે.

10. લીવરની તકલીફ, પેટની ગરમી જેવી સમસ્યાને દુર કરવા માટે 20 ગ્રામ સુવા, 5 – 5 ગ્રામ હરડે, પીપળી, તજ, વરિયાળી લેવા, અઢી ગ્રામ હીંગ, 30 ગ્રામ સંચળ લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ નિયમિત લેવાથી પેટની ગરમી મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *