કેન્સર થતા પહેલા જોવા મળે છે શરીરમાં આ લક્ષણ, જાણો કેન્સરથી બચવાના ઉપાય.

કેન્સર એક જીવલેણ બીમારી છે. દર વર્ષે લાખો લોકોના જીવ કેન્સરના કારણે જાય છે. આ બીમારી કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો સમયસર તેના લક્ષણોને ઓળખી અને તેનો ઈલાજ કરવામાં આવે તો તેનાથી બચી શકાય છે. પરંતુ જો કેન્સર વધી જાય તો તેની સારવાર અને તેનાથી બચવું બંને મુશ્કેલ બની શકે છે.

કેન્સરની બીમારી ખૂબ જ ગંભીર હોય છે . પરંતુ દરેક પ્રકારનું કેન્સર થાય ત્યારે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ લક્ષણોને ઓળખી અને તેના ઉપાય કરી લેવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કેન્સરના પ્રારંભિક લક્ષણો વિશે અને તેનાથી બચવાના ઉપાય વિશે.

કેન્સરના પ્રારંભિક લક્ષણ :-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ભૂખ ન લાગવી – ક્યારેક ભુખ ન લાગે તે સામાન્ય વાત છે પરંતુ રોજ જો ભૂખ ન લાગતી હોય તો તે કોલોન કેન્સરનું લક્ષણ હોય શકે છે.

શ્વાસ ફુલવો – વધારે શ્રમ પડે, વજન ઉચકવાનું થાય ત્યારે શ્વાસ ફુલે તે સામાન્ય છે પરંતુ શારીરિ શ્રમ કર્યા વિના શ્વાસ ફુલવાની સમસ્યા હોય તો તુરંત ચેકઅપ કરવું જોઈએ.

લાંબા સમય સુધી ઉધરસ – વાતાવરણમાં ફેરફારના કારણે શરદી, ઉધરસ થઈ શકે છે પરંતુ તમને લાંબા સમય સુધી ઉધરસ રહેતી હોય તો તે પણ કેન્સરનું લક્ષણ હોય શકે છે તેની તપાસ કરાવવી જોઈએ.

ઘા રુઝાતા ન હોય તો – જો તમને શરીરના કોઈ ભાગે ઈજા થાય અને તેનો ઘા ઝડપથી રુઝાય નહીં તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

રક્તસ્ત્રાવ – જો તમને પેશાબ કે કફમાં રક્ત નીકળે તો સાવચેત રહેવું જોઈએ. શરીરમાંથી થતો રક્તસ્ત્રાવ કેન્સરનું લક્ષણ હોય શકે છે.

કેન્સરથી બચવાના ઉપાય :-
ફળનું સેવન કરો – કેન્સરથી બચવા માટે સફરજન અને દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. આ સિવાય પપૈયા પણ લઈ શકાય છે. તેમાં કેન્સર વિરોધી તત્વ હોય છે જે કેન્સરના કોષને વધતા અટકાવે છે.

હળદર – હળદરનો ઉપયોગ રોજ રસોઈમાં થાય છે પરંતુ તેનો ઉપયોગ દૂધ સાથે કે અન્ય રીતે કરવાથી પણ શરીરમાં વધતું કેન્સર અટકે છે. રોજ હળદરનું સેવન કરવાથી કેન્સરના કોષને વધતા અટકાવી શકાય છે.

બ્રોકલી – બ્રોકલીમાં એન્ટી કાર્સિનોજેનિક તત્વ હોય છે જે કેન્સના કોષનો નાશ કરે છે. તેનું સેવન પણ કરવું જોઈએ.

ઓમેગા 3 ફેટી એસિડ્સ – કેન્સરને વધતું રોકવા માટે સ્વસ્છ આહારની સાથે ઓમેગા 3 ફેટી એસિડનું સેવન પણ આહારની સાથે કરવું જોઈએ.

વિટામીન ડી – આહારમાં 1000 યુઆઈ વિટામીન ડીનો સમાવેશ કરવાથી કેન્સર થવાનું જોખમ 77 ટકા ઘટી જાય છે.

Leave a Comment