દોસ્તો આજ પહેલા તમે કોળા નો ઉપયોગ શાક બનાવવા માટે અથવા વિવિધ વાનગીઓ બનાવવા માટે કર્યો હશે પરંતુ શું તમે ક્યારે કોળા નો રસ પીધો છે? જો ના, તો તમને જણાવી દઈએ કે કોળાનો રસ તમારા સ્વાસ્થ્ય માટે દવાની જેમ કામ કરે છે અને તમે મોટાભાગના રોગોથી દૂર રહી શકો છો.
કોળાના રસનું સેવન કરીને તમે પોતાના વજનને પણ ઓછું કરી શકો છો. કારણ કે તેમાં વિટામીન, ફાઇબર, પોટેશિયમ અને કેલ્શિયમ મળી આવે છે અને તેનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ લેવલ પણ યોગ્ય રીતે કાર્ય કરે છે અને તમે વિવિધ પ્રકારના રોગોથી રાહત મેળવી શકો છો.
કોળા ની અંદર વિટામિન ડી પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેના લીધે તેનું સેવન કરવાથી આંખોને તેજ મળે છે અને તમે આંખોના નંબરનો સામનો કરતા નથી. કોળાના રસનું સેવન મેટાબોલિઝમને યોગ્ય રાખવામાં મદદ કરે છે અને વજનને કાબુમાં કરે છે તમે તેનું સેવન એક અથવા બીજા સ્વરૂપે કરી શકો છો. જે વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
કોળા નો રસ પીવાથી તમારું પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે. તેમાં ફાઇબરની માત્રા મળી આવે છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત અને ગેસની સમસ્યાને દૂર કરે છે. વળી પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરવાની લીધે તમને ભૂખ લાગતી નથી અને વજન ઓછું કરી શકાય છે.
કોળાના રસમાં એન્ટી ગુણધર્મો મળી આવેલા હોય છે, જેનું સેવન કરવાથી શરીરમાં ફ્રી રેડીકલ્સ સામે લડવામાં મદદ મળે છે અને બળતરા ને ઓછી કરવામાં લાભ થાય છે.
કોળાના રસમાં ડાયટરી ફાઇબર આવેલું હોય છે જે તમારા મેટાબોલિઝમ લેવલમાં વધારો કરે છે અને વજનને નિયંત્રણમાં રાખે છે તમે વજન ઓછું કરવા માટે કોળા ના રસનું સેવન કરી શકો છો સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓ પણ કોરોના રસનું સેવન કરી શકે છે.
હવે સવાલ આવતો હશે કે આ રસનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તો આ માટે તમારે સૌથી પહેલા કોળા ના નાના નાના ટુકડા કરી લેવા જોઈએ અને તેની છાલ કાઢી લેવી જોઈએ ત્યારબાદ તેને ઓવન કે અન્ય કોઈ વસ્તુની મદદથી બેક કરી લેવા જોઈએ અને તેને ફ્રિજમાં ઠંડા થવા માટે રાખી દેવા જોઈએ.
ત્યારબાદ જ્યારે તે ઠંડા થઈ જાય ત્યારે તેને ફ્રીજમાંથી બહાર કાઢી તેમાં થોડાક સફરજનના ટુકડા ઉમેરી લેવા જોઈએ અને તેને મિક્સરમાં સારી રીતે મિક્સ કરી તેનો રસ કાઢી લેવો જોઈએ. ત્યારબાદ તેનો તમારે ઉપયોગ કરવો જોઈએ.
જો તમે દરરોજ એક ગ્લાસ કોરા નો રસ પીવો છો તો તમને ઉપરોક્ત જણાવેલ ઘણા બધા ફાયદા થઈ શકે છે. જે વજન તો ઓછું કરે જ છે સાથે સાથે ડાયાબિટીસને પણ રોકવામાં મદદ કરી શકે છે.