શરીરમાં હાર્ટ એટેકના આ લક્ષણો દેખાઈ જાય તો ભૂલથી પણ ન અવગણતા, નહીંતર જીવ ગુમાવવાનો વારો આવશે.

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે હાર્ટ અટેક એકદમ જીવલેણ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે છે ત્યારે તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં ન આવે તો તેનું મૃત્યુ થવું નિશ્ચિત હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પરંતુ, શું તમને ખબર છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણા શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા મળે છે. જે કોઈ વ્યક્તિ ઓળખી જાય છે તો તેને સમય પહેલા હોસ્પિટલમાં પહોંચાડી શકાય છે અને તેનો જીવ બચાવી શકાય છે.

જોકે જાણકારી ના અભાવના કારણે મોટાભાગના લોકો આ લક્ષણોને ઓળખી શકતા નથી અને તેઓ હાર્ટ એટેકનો શિકાર બની જાય છે. જ્યારે આપણા શરીરને પૂરતું લોહી મળતું નથી ત્યારે હૃદય સંબંધીત રોગો ઉત્પન્ન થાય છે, જેમાંથી એક હાર્ટ એટેક છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને હાર્ટ એટેક આવતા પહેલા આપણા શરીરમાં કયા કયા લક્ષણો દેખાવા મળે છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જો તમને આ પૈકી કોઈ એક પણ લક્ષણ દેખાય છે તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આમ તો થાક લાગવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે પરંતુ જો તમને કોઈ દિવસ જરૂરિયાત કરતા વધારે થાક લાગતો હોય તો તે હૃદય રોગના હુમલા નું કારણ હોઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કારણ કે જ્યારે આપણા શરીરમાં લોહીને પંપ કરવામાં તકલીફ પડતી હોય છે ત્યારે આપણે કાર્ય કરી શકતા નથી અને વારંવાર થાક લાગે છે. તેથી તમારે આ લક્ષણની અવગણના કરવી જોઈએ નહીં. ઘણી વખત હૃદય રૂપનો હુમલો આવતા પહેલા શરીરમાં ચક્કરનો અહેસાસ થાય છે અને માથાનો દુખાવો પણ થતો હોય છે.

આ સમસ્યા ફ્લૂ ના કારણે પણ થઈ શકે છે પરંતુ જો ફ્લૂ ના કારણે આ સમસ્યા થઈ રહી નથી તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરી કરવો જોઈએ. કારણ કે તેનાથી ધીમે ધીમે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે અને તમે શ્વાસ લઈ શકતા નથી અને છાતીમાં દુખાવો પણ ઉપડે છે.

આ સાથે જે લોકોને અચાનક હાંફ ચડતી હોય તેવા લોકોએ પણ સાવધાની રાખવી જોઈએ. કારણ કે આવા લોકોને હાર્ટ એટેક વધારે આવી શકે છે અને તેઓને તેમની જાણકારી હોતી નથી.

જો તમને અચાનક ઠંડી લાગવા લાગે અથવા પરસેવો આવે તો પણ તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. જો તમને છાતીમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને તરત જ ઠંડી લાગે કે પરસેવો આવવા લાગે તો તમારે ડોક્ટરની મદદ લેવી જોઈએ. કારણ કે તેનાથી તમને હૃદયરૂપ થવાનું કોઈ કારણ હોઈ શકે છે.

હૃદય રોગના જોખમને ઓછું કરવા માટે તમારે પોતાની જીવનશૈલીમાં તો સુધારો કરવો જ જોઈએ સાથે સાથે યોગ્ય જગ્યાએ પરીક્ષણ પણ કરાવવું જોઈએ. જેનાથી તમે સમય પહેલા પોતાના શરીરને સ્વસ્થ બનાવશો અને હૃદય રોગનો સામનો કરવો પડશે નહીં.

Leave a Comment