આજના સમયમાં દરેક સ્ત્રીને સુંદર દેખાવું ગમે છે. લોકો વચ્ચે પોતે આકર્ષણનું કેન્દ્ર રહે તે માટે મહિલાઓ અવનવી વસ્તુઓ અપનાવતી હોય છે.
બહાર જવાનું થાય કે ખાસ પ્રસંગ હોય ત્યારે મહિલાઓ વિશેષ રીતે તૈયાર થાય છે. તેવામાં ઘણી વખત ડ્રેસ ને મેચિંગ હેવી ઇયરિંગ્સ પણ પહેરવી પડે છે.
આ ઈયરિંગ્સ થોડા કલાકો માટે પહેરી હોય છે જે દેખાવને તો સુંદર બનાવે છે પણ નિયમિત રીતે આવી ઈયરિંગ્સ પહેરવાથી કાનના છેદ મોટા થઈ જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે ખૂબ જ ખરાબ લાગે છે.
એક વખત પહેરવાના કારણે જો કાનના છેદ મોટા થઈ જાય તો પછી નાની ઇયરિંગ્સ પહેરી શકાતી નથી. ત્યારે આજે તમને એવા ઉપાયો જણાવીએ જેને કરવાથી કાનના મોટા થયેલા છેદને ફરીથી નાના કરી શકાય.
આ ઉપાય કરવાથી એક જ અઠવાડિયામાં તમને યોગ્ય પરિણામ મળી જશે અને કાનના છેદ પણ નાના થઈ જશે. જ્યારે ભારત ઇયરિંગ્સ પહેરવાના કારણે ના છેદ મોટા થઈ જાય તો ડોક્ટરની ટેપ નો ઉપયોગ કરવો.
આ ટેપ ને કાનની નીચેના ભાગમાં લગાડી દેવી. સાથે જ કાનના છેદમાં ટુથપેસ્ટ લગાડવી. ત્યાર પછી તેની ઉપર ટેપ લગાવી દેવી. રાત્રે ટેપ લગાડીને કોલગેટને કાનના છેદમાં જ રહેવા દો. સવારે ટેપ કાઢી અને કાનને સાફ કરી લેવો.
નિયમિત રીતે એક અઠવાડિયા સુધી તમે આમ કરશો એટલે કાનનો છેદ નાનો થઈ જશે. ત્યાર પછી જ્યારે પણ તમે હેવી ઇયરિંગ્સ પહેરો ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેથી બીજી વખત આવી તકલીફ ન થાય.
જ્યારે પણ હેવી ઇયરિંગ્સ પહેરવાનું થાય ત્યારે સપોર્ટ તરીકે રીંગ પસંદ કરવી જેથી કાનના છેદ ઉપર વજન વધારે ન આવે.
આ સિવાય જ્યારે કપડાં પહેરતા હોય ત્યારે યરિંગ્સ કાઢી નાખવી જોઈએ કપડાં પહેરતા કે કાઢતી વખતે કાનમાં ભરાઈ જતી હોવાથી પણ કાનના છેદ મોટા થઈ શકે છે. જો તમે હેવી ઇયરિંગ્સ પહેરતા હોય તો ધ્યાન રાખવું કે તેને આખો દિવસ પહેરી ન રાખવી.
લાંબા કલાકો સુધી હેવી ઇયરિંગ્સ પહેરવાથી અથવા તો દરરોજ ભારે ઇયરિંગ્સ પહેરવાથી કાનનો છેદ મોટો થઈ જાય છે. લાંબા સમય સુધી પહેરવી હોય તો લાઈટ વેટ ઈયરિંગ્સની પસંદગી કરવી.