આયુર્વેદ

દાંતમાં જામેલી પીળાશ એકવારમાં જ થઈ જશે દૂર, દાંત ચમકશે મોતી જેવા.

ખાવા પીવાની કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેના કારણે દાંત પીડા પડવા લાગે છે. જ્યારે દાંત પીળા થઈ જાય છે તો વ્યક્તિને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે.

આજકાલ મોટા ભાગના લોકો ને દાંત પીળા હોય જ છે પણ, ઘણા એવા કેટલાંક લોકો છે જે આળસ માં રહે છે. દાંત પીળા થવાની સાથે મોઢામાંથી ઘણીવાર દુર્ગંધ પણ આવે છે.

દાંતની કોઈપણ સમસ્યા હોય તો તે ખૂબ જ પીરાદાયક હોય છે. ખાસ કરીને કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે દાંતની પોલિ જગ્યાઓમાં ફસાઈ જાય છે અને પછી ત્યાંથી બહાર આવતી નથી. પરિણામે તેમાં બેક્ટેરિયા થાય છે અને દાંતનો રંગ પીળો થવા લાગે છે સાથે જ દાંત સડવા પણ લાગે છે.

પીડા પડેલા દાંત સફેદ મોતી જેવા ચમકી જાય તેવો રસ્તો આજે તમને જણાવીએ. આ ઉપાય કરવાથી એકવારમાં જ દાંત પર જામેલી પીળાશ દૂર થઈ જશે સાથે જ ભોજન કરતી વખતે જે વસ્તુઓ દાંતમાં ફસાઈ હશે તે પણ નીકળી જશે.

સૌથી પહેલા તો નિયમિત રીતે દિવસમાં બે વખત બ્રશ કરવાની આદત પાડો. સવારે અને રાત્રે જમ્યા પછી બ્રશ અચૂક કરી લેવું જોઈએ તેનાથી કોઈપણ વસ્તુ દાંતમાં ફસાતી નથી.

તમે જ્યારે દાંતને સાફ કરો ત્યારે બેકિંગ સોડા નો ઉપયોગ કરવો. બેકિંગ સોડા અને મીઠું સરખા પ્રમાણમાં લઈને તેમાં સરસવના તેલના થોડા ટીપા ઉમેરવા. હવે આ મિશ્રણની પેસ્ટ બનાવીને તેનાથી દાંત સાફ કરવા.

કેટલાક લોકો એવા પણ હોય છે કે જ્યાં જમ્યા પછી તુરંત જ દાંત સાફ કરવા લાગે છે પરંતુ આવું કરવાની ભૂલ પણ કરવી નહીં. જમ્યા પછી અડધો કલાક રહીને જ દાંત સાફ કરવા જોઈએ.

દાંત સાફ કરવાની સાથે જીભ પણ સાફ કરવી જોઈએ. આ રીતે દાંત ની સંભાળ રાખશો તો તમને ક્યારેય દાંતની કોઈપણ સમસ્યા થશે નહીં.

અત્યાર ના સમય માં ઘણા લોકો ને દાંત ના દુખાવાની પણ તકલીફો હોય જ છે અને કેલ્શિયમની ઉણપ ના કારણે પણ દાંત માં દુખાવા ની તકલીફ રહે છે. માટે આ સમયે દાંત ની સંભાળ રાખવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *