શરીરની નબળાઈ દૂર કરવાથી લઈને સાંધાના દુખાવા દૂર કરે છે આ વસ્તુ, મફતમાં મળી જશે કોઈ પણ જગ્યાએથી.

મિત્રો જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે રસ્તા ઉપર તમને બાવળના ઝાડ જોવા મળતા હશે. તેના ઉપર કાંટા હોવાથી સામાન્ય રીતે એવો જ વિચાર આવે કે આ ઝાડ કોઈ કામનું નહીં હોય.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પરંતુ હકીકતમાં બાવળના ઝાડનો ઉપયોગ અલગ અલગ સમસ્યાઓમાં કરી શકાય છે. કારણ કે આ ઝાડથી નીકળતી અનેક વસ્તુઓ શરીર માટે દવા જેવું કામ કરે છે.

બાવળ એવું ઝાડ છે જેની છાલ, સીંગ, ગુંદ જેવી વસ્તુઓ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. બાવળના ઝાડના દાતણથી દાંત સાફ કરવાથી દાંતનો દુખાવો દાંતમાં સડો થવો જેવી સમસ્યાઓ થતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને સાંધા કે હાડકાની સમસ્યા હોય તો પણ તમને બાવળ ઉપયોગી છે. બાવળની સિંગ ને તોડી અને તેને સુકવીને તેનો ઉપયોગ કરી શકાય છે.

સુકવેલી બાવળની સિંગ ને ગરમ પાણીમાં ઉમેરી બરાબર ઉકાળો. ત્યાર પછી આ પાણીને ગાળીને તેનું સેવન કરી જવું. તેનાથી હાડકા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો હાડકામાં ઝીણી તડ પડી ગઈ હોય તો પણ બાવળની સિંગ નો ઉપયોગ કરી શકાય છે. બાવળની સિંગ નો પાવડર બનાવીને તેમાં મધ, પંચાંગ ચૂર્ણ અને બકરીનું દૂધ ઉમેરીને તેનું સેવન કરવાથી તૂટેલા હાડકા જોડાઈ જાય છે.

જો કાનમાં દુખાવો થતો હોય અને રસી નીકળતા હોય તો સરસવના તેલમાં બાવળની સિંગ નો પાવડર ઉમેરીને તેને બરાબર ઉકાળો. તેલ બરાબર ઉકળી જાય પછી તેને ઠંડુ કરી લેવું. હવે આ તેલમાંથી એક બે ટીપા કાનમાં નાખવા. આમ કરવાથી કાનનો દુખાવો મટે છે.

જો કમરમાં દુખાવાની સમસ્યા હોય તો બાવળની સીંગ તેનો ગુંદર અને છાલને સરખા પ્રમાણમાં લઇને તેનું સેવન એક ચમચીની માત્રામાં કરવું.

જો કોઈને પેશાબ સંબંધિત સમસ્યા હોય અને વારંવાર યુરિન પાસ કરવા માટે જવું પડતું હોય તો બાવળની સિંગને સુકવીને તેને ઘી ઉમેરી બરાબર શેકી લેવી. ત્યાર પછી તેનો પાવડર કરીને તેનો ઉપયોગ કરવાથી પેશાબ સંબંધિત કોઈ પણ સમસ્યા હશે તો તે દૂર થઈ જશે.

Leave a Comment