દોસ્તો આપણે જે પણ આહાર લેતા હોઈએ છીએ તેની અસર આપણા શરીર ઉપર સૌથી પહેલા થાય છે. જો દૈનિક આહાર પોષણયુક્ત ન હોય તો તેની અસર ત્વચા ઉપર સૌથી પહેલા દેખાય છે.
તમે ઘણા એવા લોકો જોયા હશે જેની હકીકતમાં ઉંમર નાની હોય તેમ છતાં તેની ત્વચા ઉપર વૃદ્ધ જેવી કરચલીઓ અને ડાઘ દેખાવા લાગે છે. કેટલાક લોકોની ત્વચા નિષ્તે જ થઈ જાય છે અને ત્વચા ઉપર થાક દેખાવા લાગે છે.
જો તમારી ઈચ્છા હોય કે તમારી સ્થિતિ આવી ન થાય અને તમે 50 વર્ષની ઉંમરે પણ 25 વર્ષના હોય તેવા યુવાન દેખાવ તો આજથી જ આ ટિપ્સને ફોલો કરવાનું શરૂ કરી દો.
જો ત્વચા અને શરીરની યુવાની જાળવી રાખવી હોય તો તમારે ભોજનમાં કેટલીક વસ્તુઓને સમાવિષ્ટ કરવી પડશે. આ બધી જ વસ્તુઓ એવી છે જેને તમારે રાત્રે પલાળીને બીજા દિવસે ઉપયોગમાં લેવાની છે.
ચણા – સૌથી પહેલી વસ્તુ છે ચણા. ચણાનું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસથી રાહત મળે છે. જો તમારું વજન વધી રહ્યું હોય તો પલાળેલા ચણા અથવા તો બાફેલા ચણા ખાવાનું રાખો. ચણાનું સેવન કરવાથી શરીરમાં રક્તની ઉણપ રહેતી નથી અને આંખનું તેજ પણ વધે છે.
ખસખસ – ખસખસ માં કેલ્શિયમ ઓમેગા 3 જેવા જરૂરી પોષક તત્વો હોય છે. તેને પલાળીને તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. ખસખસ ની રાત્રે પલાળીને સવારે દૂધ સાથે સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે.
મેથી – રાત્રે પાણીમાં એક ચમચી મેથી પલાળીને સવારે તેનો ઉપયોગ કરવાથી શરીરમાં એકત્ર થયેલા હાનિકારક બેક્ટેરિયા દૂર થાય છે. જો ડાયાબિટીસના દર્દી હોય તેમણે તો મેથી અચૂક ખાવી જોઈએ.
મેથી ખાવાથી હાડકા મજબૂત બને છે અને ડાયાબિટીસ પણ થતું અટકે છે. સાંધાના દુખાવા, હાથ પગના દુખાવા, કમરના દુખાવામાં પણ પલાળેલી મેથી ખાવાથી આરામ મળે છે.
બદામ – પલાળેલી બદામ ખાવાથી આંખનું તેજ વધે છે શરીરમાં રક્તની ઉણપ સર્જાતી નથી મગજની શક્તિ વધે છે અને ચહેરા પર પણ ચમક આવે છે તેના માટે રાત્રે પાણીમાં પાંચ થી 10 બદામ પલાળી દેવી અને સવારે તેની છાલ કાઢીને અથવા તો છાલ સાથે તેને ખાઈ જવી.
સીંગદાણા – સીંગદાણાનું સેવન કરવાથી પણ શરીરને ખૂબ જ લાભ થાય છે. પલાળેલા સીંગદાણા ખાવાથી પણ બદામથી થાય એટલા જ લાભ થાય છે. જોકે આ બધી વસ્તુઓ માંથી કોઈ એક જ વસ્તુ જે શરીરને માફક આવતી હોય તેનો જ ઉપયોગ કરવો એક સાથે બધી જ વસ્તુઓનો સેવન કરવું નહીં.