દોસ્તો કીવી એક પ્રકારનું ખાટું મીઠું ફળ છે, જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ અનેક ફાયદાઓ લાવે છે. કારણ કે કીવી પોષક તત્વોનો ભંડાર છે.
કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેમજ કીવીનું સેવન ઘણી બધી શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.
કીવીમાં વિટામીન E, પોટેશિયમ, કોપર, ફાઈબર તેમજ એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
પરંતુ એક દિવસમાં એક કરતાં વધુ કીવીનું સેવન ન કરવું જોઈએ, કારણ કે વધુ પડતું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે કીવીના સેવનથી કયા કયા ફાયદા થઈ શકે છે.
કીવીનો ઉપયોગ જ્યુસ બનાવવા માટે કરી શકાય છે. આ સાથે કીવીનો ઉપયોગ સ્મૂધી બનાવવા માટે પણ થાય છે. વળી તમે ફ્રુટ સલાડ બનાવવા માટે કીવીનો ઉપયોગ કરી શકો છો.
આ સાથે કીવીનો ઉપયોગ ફેસ પેક બનાવવા માટે કરી શકાય છે. વળી કીવીને સામાન્ય રીતે ફળની જેમ કાપીને ખાઈ શકાય છે. હવે ચાલો આપણે જાણીએ કે કિવી ખાવાથી કયા કયા ફાયદા થઈ શકે છે.
પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે કીવીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે કીવીમાં ફાઈબર મળી આવે છે, જે પાચનને સુધારે છે. તે કબજિયાતની ફરિયાદને દૂર કરવામાં પણ મદદ કરે છે.
આજકાલ મોટા ભાગના લોકો વધતી સ્થૂળતાથી પરેશાન છે પરંતુ જો તમે કીવીનું સેવન કરો છો તો તે મેદસ્વીતાને કંટ્રોલ કરે છે. કારણ કે કીવીમાં ફાઈબર અને વિટામિન સી જેવા તત્વો મળી આવે છે.
કીવીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કીવીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાને કારણે તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે.
કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, તેથી જો તમે કીવીનું સેવન કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેથી તમારું શરીર ચેપથી બચી શકે છે.
આ સાથે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કીવીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે કીવીમાં એન્ટી-હાઈપરટેન્સિવ ગુણ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
કીવીનું સેવન આંખો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કીવીમાં લ્યુટીન જોવા મળે છે, જે આંખોની રોશની વધારે છે, સાથે જ આંખોને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
જે લોકોને શરીરમાં સોજાની ફરિયાદ હોય તો કીવીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે કીવીમાં બળતરા વિરોધી અસર હોય છે, જે બળતરા ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
કીવીનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કીવીમાં વિટામિન ઈ અને વિટામિન સીની સાથે ઘણા એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
જોકે યાદ રાખો કે ઘણા લોકોને કીવીથી એલર્જીની ફરિયાદ હોય છે, આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે.
કીવીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેથી તેનું વધુ સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે. આ સાથે જે લોકોને કિડનીની સમસ્યા હોય તેમણે કીવીનું સેવન ટાળવું જોઈએ.