મિત્રો જો શરીરનું વજન વધારે હોય તો ગંભીર બીમારીઓ થઈ શકે છે. એક વખત વજન વધી જાય તો લોકો તેને ઘટાડવા માટે દિવસ રાત એક કરે છે પરંતુ વજન એક વખત વધ્યા પછી સરળતાથી ઘટતું નથી.
જે લોકોની દિનચર્યા બેઠાડું હોય છે અને ઓફિસમાં કલાકો સુધી બેસીને કામ કરે છે તેમની પાચનક્રિયા ધીમી હોય છે અને વજન ઝડપથી વધે છે.
આ સિવાય દિવસ દરમિયાન વધારે કેલેરી યુક્ત આહાર કરવાથી અને જમ્યા પછી સૂઈ જવાથી પણ વજન ઝડપથી વધતું હોય છે.
જો તમારું વજન પણ વધી ગયું છે અને તમારે તેને ઓછું કરવું છે તો તમારે જીમમાં જઈને હજારો રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી.
આજે તમને એકદમ સરળ રસ્તો બતાવીએ જેને ફોલો કરવાથી તમારું વજન કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વિના જ ઘટી જશે.
વજન ઓછું કરવા માટે તમારે પૈસા બગાડવાની જરૂર નથી અને કોઈપણ પ્રકારની દોડધામ કે મહેનત કરવાની પણ જરૂર નથી. તમારે એક જ કામ રોજ કરવાનું છે અને તેને કરવાથી તમારું જ વજન ઝડપથી ઉતરી જશે.
વજન ઓછું કરવા માટે રોજ તમારે 30 મિનિટ સુધી ચાલવાનું છે અથવા તો 15 મિનિટ જોગિંગ કરવાની છે. તમે 30 મિનિટ સુધી વોક કરશો એટલે તમારા સાંધા મજબૂત થશે સાથે જ હૃદય ફેફસા જેવા અંગને પણ સ્વસ્થ રાખવામાં મદદ મળશે.
વોક કર્યા પછી લીંબુના રસમાં સિંધવ મીઠું ઉમેરીને પીવાથી પણ લાભ થાય છે. તેનાથી પાચન ક્રિયા સુધરે છે અને આંતરડા સ્વચ્છ બને છે. લીંબુ અને સિંધવ મીઠું ને હુંફાળા ગરમ પાણીમાં પીવાનું રાખવું. ત્યાર પછી હેલ્ધી નાસ્તો કરવો.
નાસ્તા પછી બપોરના ભોજનમાં સલાડ અને દહીંનો સમાવેશ કરવો. આ વસ્તુ ખાવાથી અન્ય ખોરાક સરળતાથી પચે છે. તેનાથી વજન પણ ઉતરે છે અને ચરબી પણ ઓગળે છે.
સાંજના સમયે તમે કેવી મોસંબી જેવા ફળનો જ્યુસ બનાવીને પી શકો છો. તેનાથી વજન વધતું નથી. રાત્રે જમ્યા પછી ભૂલ્યા વિના દસ મિનિટ સુધી વજ્રાસનમાં બેસવું જોઈએ અથવા તો 30 મિનિટ ચાલવું.
તમારી દિનચર્યા માં આ ફેરફાર કરવાથી તમારું વજન ઝડપથી ઉતરવા લાગશે.