શું તમને ખબર છે કે આપણને માથું કેમ દુઃખે છે? જો ના, તો જાણી લો આજે જ.

અત્યારના સમયમાં માથાના દુખાવાની સમસ્યા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટા ભાગના વ્યક્તિઓ ને માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર માથાના દુખાવાની સમસ્યા પેટથી પણ થઈ શકે છે. અને માનસિક તણાવના લીધે પણ થઈ શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજના આ લેખમાં અમે તમને માથાના દુખાવાની સમસ્યા અને તેના ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો મોટાભાગના લોકોને જ્યારે માથાનો દુખાવો થાય છે ત્યારે તેઓ બજારમાં મળતી પેઇન કીલરનો ઉપયોગ કરતા હોય છે.

માથાના દુખાવામાં વધુ પડતી એન્ટિબાયોટિક દવાઓનું વધુ પડતું સેવન કરવાથી લાંબા ગાળે શરીરમાં ભયંકર નુકસાન જોવા મળે છે. વધુ પડતી પેઇન કિલર નું સેવન કરવાથી આપણી કિડની પર તેની અસર જોવા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે લોકોને અપચાની સમસ્યા રહેતી હોય અને વારંવાર ગેસ થતો હોય તેવા લોકોને માથું દુખાવાની સમસ્યા રહેતી હોય છે. વધુ પડતા માનસિક તણાવના કારણે પણ ઘણા લોકોને માથું દુખાવાની સમસ્યા રહેતી હોય છે.

રાત્રે મોડે સુધી જાગવાથી અને મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ કરવાથી માથું સતત દુખતું હોય છે. આધાશીશી સમસ્યાવાળા વ્યક્તિઓને પણ સતત માથું દુખતું રહેતું હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર પેટ સંબંધિત રોગો માથાના દુખાવાનું કારણ બની શકે છે. માથાના દુખાવામાંથી રાહત મેળવવા માટે છથી સાત ચમચી જીરૂ, છથી સાત ચમચી અજમો અને અડધી ચમચી મીઠું નાખીને તેને મિક્સરમાં પાઉડર કરી દેવાનો છે.

ત્યારબાદ આ પાવડરને એક એરટાઈટ કાચની બોટલમાં ભરી દેવાનો છે. મિત્રો જે લોકોને જમ્યા પછી પેટમાં ગરબડ મળી રહેતી હોય અને તેના લીધે માથામાં દુખાવો રહેતો હોય તેવા લોકોએ જમ્યા પછી અડધો કલાક પછી હૂંફાળા પાણીમાં અડધી ચમચી આ બનાવેલા પાવડરને મિક્ષ કરીને તેનું સેવન કરવાથી અપચાની સમસ્યામાંથી રાહત મળે છે અને તેના લીધે માથાનો દુખાવો થતો નથી.

ઘણા લોકોને માનસિક તણાવ અને સ્ટ્રેસના કારણે માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. માનસિક સ્ટ્રેસથી માથાના દુખાવામાંથી રાહત મેળવવા માટે ફુદીનાના 10 થી 15 પાનની પેસ્ટ બનાવીને તેને માથા પર લગાવવાથી માથાના દુખાવામાં તરત જ રાહત મળે છે.

મિત્રો આ ઉપાય કરવાથી માથાના દુખાવામાં તરત જ રાહત મળે છે. મિત્રો જે લોકોને સતત માથામાં દુખાવો રહેતો હોય તેવા લોકોએ લવિંગ નો પાવડર બનાવીને તેની એક પોટલી બનાવવી તેને થોડી થોડી વારે સૂંઘવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

લવિંગમાં રહેલા પોષકતત્વો માથાના દુખાવાને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઉપાયો કરવાથી તમે માથાના દુખાવાની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

Leave a Comment