દોસ્તો આજના આધુનિક સમયમાં ખરાબ આદતોને લીધે કબજિયાત થવી એકદમ સામાન્ય સમસ્યા બની ગઈ છે. કબજીયાત થવાને લીધે વ્યક્તિનો મૂળ પણ ખરાબ થઈ જતો હોય છે. વળી વ્યક્તિના મૂડને સુધારવા માટે કબજિયાતની સમસ્યાને દૂર કરવી ખૂબ જ જરૂરી બની જાય છે.
જ્યારે આપણા શરીરમાં પેટ ખરાબ થઈ જાય છે ત્યારે કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે અને તેનાથી છુટકારો મેળવવા માટે પેટની પાચન શક્તિમાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે.
આર્યુવેદિક પદ્ધતિ પ્રમાણે કબજિયાતને દૂર કરવા માટે ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે. જો આપણે કબજિયાત થવા પાછળના કારણો વિશે વાત કરીએ તો ખોટી ખાવાની આદતો, યોગ્ય માત્રામાં પાણીનું સેવન ન કરવું, તળેલી ચીજ વસ્તુઓ ખાવી, મસાલાવાળી ચીજ વસ્તુઓનું સેવન કરવું, ભોજન કર્યા પછી તરત જ સુઈ જવું, વધારે મહેનત ન કરવી, ખોરાકનું બરાબર પાચન ન થવું, સમયસર ભોજન ન કરવું, અનિયમિત જીવનશૈલી જેવી વગેરે હોઈ શકે છે.
જો તમે પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન થઈ ગયા હોવ અને તેનાથી રાહત મેળવવા માંગતા હોય તો તમારે સવારે ખાલી પેટ એક વસ્તુને ખાવાની શરૂ કરી દેવી જોઈએ, જેનાથી જૂનામાં જૂની કબજિયાત દૂર થઈ જાય છે અને સવારે મળ ત્યાગ કરવામાં પણ વધારે જોર કરવું પડતું નથી.
તમે મેથીના દાણા નો ઉપયોગ કરીને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે રાતે સુતા પહેલા એક ચમચી મેથીના દાણાને લઈને એક ગ્લાસ પાણીમાં ઉમેરી લેવા જોઈએ.
ત્યારબાદ સવારે ઊઠીને આ પાણીનું સેવન કરી લેવું જોઈએ અને મેથીના દાણા ને ચાવીને ખાઈ લેવા જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો કબજિયાત ઉપરાંત સાંધાના દુખાવા માં પણ તમને રાહત મળી શકે છે.
તમે ગાયના ઘી નો ઉપયોગ કરીને પણ તમે કબજિયાતની સમાચારી છુટકારો મેળવી શકો છો. દરરોજ સવારે એક ચમચી દેશી ગાયનું ઘી ખાઈ લેવામાં આવે તો મેટાબોલિઝમ લેવલમાં વધારો થાય છે અને પાચન શક્તિ સુધરી જાય છે. જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
જે લોકોને શરીર અને આંતરડામાં કચરો જમા થઈ ગયો હોય તેવા લોકો પણ સવારે ઊઠીને એક ચમચી ઘીનો ઉપયોગ કરી શકો છે ઘી નું સેવન કરવાથી સાંધાના દુખાવામાં પણ મજબૂતાઈ મળે છે અને જોઈન્ટ એકદમ મજબૂત બની જાય છે.
જે હાડકાના દુખાવાને દૂર કરે છે. ગાયનું ઘી એકદમ શુદ્ધ હોય છે, જેમાં રોચક તત્વો મળી આવે છે જે નાના બાળકોથી શરૂ કરીને વડીલોકો સુધી દરેકને ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે.
જો તમે દરરોજ રાતે સુતા પહેલા એક ગ્લાસ ગાયના દૂધમાં થોડુંક હુંફાળું ગરમ કરીને તેમાં ઘી ઉમેરી લો છો અને તેનું સેવન કરો છો તો કબજિયાતની સમસ્યા ધીમે ધીમે દૂર થઈ જાય છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તેને અન્ય લોકો સાથે પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ તેનો ફાયદો ઉઠાવી શકે અને વિવિધ પ્રકારના રોગોથી દૂર રહી શકે.