આયુર્વેદ

આખો દિવસ ભૂખ્યા રહ્યા વગર આ ડ્રીંક બનાવી પી લ્યો, અઠવાડીયામાં 3 કિલો ઘટશે વજન.

દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકો બેઠાડું જીવન જીવતા હોય છે, જેના લીધે તેઓને મોટાપોની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. વળી વ્યક્તિની બહારની ખાવાની આદત તેને કેટલીક બીમારી ને આમંત્રણ આપવા માટે જવાબદાર માનવામાં આવતી હોય છે.

આજના સમયમાં મોટાપોની સમસ્યા મોટાભાગના લોકોને હેરાન કરતી હોય છે જ્યારે મોટાપોની સમસ્યા એક વખત વધવા લાગે છે ત્યારે વ્યક્તિનું પેટ બહાર નીકળતું હોય છે અને તેનો આકાર પણ બદલાઈ જતો હોય છે. આવામાં તેને લોકોની સામે જવામાં પણ શરમ નો સામનો કરવો પડતો હોય છે.

જ્યારે વ્યક્તિને મોટાપો ની સમસ્યા હેરાન કરે છે ત્યારે તે જીમ અને કસરત કરીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરતો હોય છે પરંતુ તેને સાર્થક પરિણામ મળતું નથી પરંતુ આજના આ લેખમાં અમે તમને એવા ડ્રીંક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને પીવા માત્રથી તમે પોતાના શરીરને મેન્ટેન કરી શકો છો અને મોટાપોની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

જ્યારે આપણા શરીરમાં મોટાપોની સમસ્યા હેરાન કરે છે ત્યારે એ શરીરમાં વિવિધ પ્રકારની બીમારીઓ પણ ઉત્પન્ન થતી હોય છે અને તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે પરંતુ જ્યારે તમે આ ડ્રિંકનું સેવન કરવા લાગો છો ત્યારે પેટની વધી ગયેલી ચરબી આસાનીથી ઓગળી જાય છે અને પેટ ધીમે ધીમે અંદર થઈ જાય છે.

આ ડ્રિંક બનાવવા માટે તમારે વરિયાળી, ઈલાયચી, તજનો પાવડર, સૂંઠનો પાવડર, લવિંગ, બ્લેક મીઠું, લીંબુની છાલ વગેરે જેવી વસ્તુ ની જરૂર પડશે. આ ડ્રિન્ક બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઈને તેને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ.

ત્યારબાદ તેમાં લીંબુની છાલ ઈલાયચી તજનો પાવડર લવિંગ સૂંઠનો પાવડર વરિયાળી જેવી ચીજ વસ્તુઓને ઉમેરી દેવી જોઈએ. ત્યારબાદ જ્યારે પાણી બરાબર ઉકળવા લાગે અને અડધું થઈ જાય ત્યારે તેમાં હળદર અને સિંધવ મીઠું ઉમેરી દેવું જોઈએ અને તેને બરાબર હલાવી ગેસને બંધ કરી દેવો જોઈએ.

ત્યારબાદ પાંચથી દસ મિનિટ સુધી તેને ઢાંકીને મૂકી દેવું જોઈએ. હવે જ્યારે આ ડ્રિંક પીવા જેવું તૈયાર થઈ જાય ત્યારે તેને ફિલ્ટર કરીને તેનું સેવન કરવું જોઈએ.

જો તમે રાત્રે ભોજનના એક કલાક પછી આ ડ્રિંકનું સેવન કરો છો તો તમારું પેટ એકદમ સાફ થઈ જાય છે અને મોટાપોની સમસ્યાથી છુટકારો મળે છે.

આ ડ્રિંક થોડાક દિવસ સુધી પીવામાં આવે તો પેટની આજુબાજુ રહેલી ચરબી આસાનીથી ઓગળી જાય છે અને મોટાપો સ્લીમ બોડીમાં ફેરવાઈ જાય છે.

આ ડ્રીંક માં એવા ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપને દૂર કરે છે અને શરીરને સ્વસ્થ બનાવે છે.

આ ડ્રિંકનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરી શકાય છે જેનાથી વાયરલ રોગો આપણા શરીરથી દૂર રહે છે. આ સાથે ભોજન પણ આસાનીથી પચી જાય છે અને રાતે સારી ઊંઘ પણ આવી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *