આયુર્વેદ

રસોડામાં રહેલી આ 4 વસ્તુનો ઉપયોગ કરી લ્યો, વર્ષો જૂની કબજિયાત ભાગી જશે દૂર.

દોસ્તો આજના સમયમાં કબજિયાત થવી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેનાથી મોટાભાગના લોકો પરેશાન થઈ ગયા છે. જ્યારે આપણું પેટ બરાબર સાફ થતું નથી ત્યારે કબજિયાતની સમસ્યા ઉદ્ભવે છે અને આ સમસ્યાને લાંબા સમય સુધી અવગણવાથી વિવિધ પ્રકારના રોગો થવાનો પણ ભય રહેતો હોય છે.

જ્યારે તમે પોતાના ભોજનમાં યોગ્ય પ્રકારનો આહાર લેતા નથી ત્યારે તે ભોજન નું બરાબર પાચન થતું નથી અને તે પેટમાં ગંદકી સ્વરૂપે જમા થઈ જાય છે. જેના લીધે કબજિયાતની સમસ્યા ઉદભવે છે.

આ સાથે દિવસ દરમિયાન વધારે પાણી ન પીવું, ફાઇબર યુક્ત ચીજ વસ્તુઓનું સેવન ન કરવું, અસ્તવ્યસ્ત જીવનશૈલી જીવવી વગેરેને લીધે પણ કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે.

કબજિયાતની સમસ્યા માટે આપણે વિવિધ પ્રકારની દવાઓનું સેવન કરતા હોઈએ છીએ, જે આપણા આંતરડા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં અમે તમને આપણા રસોડામાં રહેલી એવી ઘણી ચીજ વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કબજિયાતથી છુટકારો મેળવવા માટે કામ કરે છે.

તમે કાળી કિસમિસનો ઉપયોગ કરીને પણ કબજિયાતની સમજવાની દૂર કરી શકો છો. કારણ કે તેમાં ફાઇબર પુષ્કર મળી આવે છે. આ માટે તમારે કાળી કિસમિસને પલાળીને ખાવી જોઈએ, જેનાથી પાચન શક્તિમાં વધારો થાય છે અને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે.

કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે મેથીના દાણા પણ દવાની જેમ કામ કરે છે. આ માટે તમારે રાતે સુતા પહેલા એક ચમચી મેથીના દાણાને પલાળી દેવા જોઈએ અને બીજા દિવસે સવારે આ પાણી સાથે મેથીના દાણા ખાઈ લેવા જોઈએ.

જે કબજિયાતનો ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. જોકે પિત્તની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને આ દાણા નો ઉપયોગ કરવો જોઈએ નહીં.

તમે ગાયના ઘીનો ઉપયોગ કરીને પણ કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. કારણ કે ગાયના ઘીની તાસિર ઠંડી હોય છે, જે પેટને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ માટે તમારે એક ચમચી ગાયના ઘીને એક ગ્લાસ દૂધમાં ઉમેરીને ગરમ કરી લેવાનું રહેશે અને તેનું સેવન કરવું પડશે. જેનાથી કબજિયાતની સમસ્યા દૂર ભાગે છે.

જો તમે આમળાના જ્યુસ નો ઉપયોગ કરો છો પણ તો પણ કબજિયાતની સમસ્યાને દૂર કરી શકાય છે. જે લોકોના વાળ નબળા પડી ગયા હોય, વાળ સફેદ થઈ ગયા હોય, આખોની રોશની વધારવી હોય તેવા લોકો પણ આમળાના જયુસનું સેવન કરી શકે છે, જેનાથી ઘણા બધા રોગો દૂર થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તેને અન્ય લોકો સાથે પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ તેનો ફાયદો ઉઠાવી શકે અને વિવિધ પ્રકારના રોગોથી દૂર રહી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *