સૂતા પહેલા આ વસ્તુને ઉમેરીને દૂધ પીશો તો વજન તો ઘટશે જ સાથે ઇમ્યુનિટી પણ વધશે.

તમને આજે અમે એક એવા અનાજ વિષે જણાવી રહ્યા છે જે તમારી ઇમ્યુનિટી અને હ્રદય બંનેનું ધ્યાન રાખશે. આ અનાજ દ્વારા તમે વજન પણ ઘટાડી શકશો અને લોહીમાં શુગરનું લેવલ કંટ્રોલ કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ અનાજ છે રાગી. રાગી એક સુપર ફૂડ છે. તેને ઘણા લોકો દૂધ સાથે પીવાની સલાહ આપતા હોય છે તો શું તે યોગ્ય છે કે નહીં. ચાલો જણાવીએ વિગતે.

રાગીના ગુણો અને પોષકતત્વોનો ખજાનો છે. તેમાં તમને પ્રોટીન, ફાઈબર, ફેટ, વિટામિન સી, ઇ, બી વગેરે મળે છે. આ સિવાય રાગીની અંદર ઘણા યોગીક પદાર્થ પણ હોય છે જેમ કે રાઈબોફલેવિન, નિયાસીન અને ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને ફોસફરસ વગેરે હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેના આ બધા ગુણ શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે, પણ શું દૂધ સાથે પીવાથી પણ એટલો જ લાભ મળે છે? એ આપણે સમજવાની જરૂરત છે.

સૂતા પહેલા દૂધનું સેવન કરવું એ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પણ જો તમે એ દૂધમાં રાગી ઉમેરો છો તો તેનું શું પરિણામ હોય શકે છે? એક્સપર્ટ અનુસાર રાત્રે સૂતા પહેલા હોલ સમ રાગીનું સેવન કરવું એ ફાયદાકારક નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પણ જો તમે રાત્રે પ્રમાણસર રાગીનું સેવન કરશો એ પણ દૂધ સાથે તો તમને ઊંઘ સારી આવશે. મગજ સારી રીતે કામ કરી શકશે. વજન ઘટાડવામાં મદદ કરે છે અને મેટાબોલિઝમ વધુ સારું થાય છે.

દૂધ અને રાગીમાં હાજર પ્રોટીન અને ફેટ તમને આરામ આપવાનું કામ કરે છે અને તમને ઊંઘ સારી આવે છે. તમને જણાવી દઈએ કે દૂધનું સેવન કરવાથી તમારા શરીરમાં ટ્રિપ્ટોફેન નામનો પદાર્થ નીકળે છે જે સેરોટોનિન લેવલને સુધારે છે. બીજી બાજુ, જ્યારે તમે રાગીને દૂધમાં ભેળવો છો, ત્યારે તે તમને તણાવ, હતાશા અને મૂડ સ્વિંગને દૂર કરે છે.

સાથે સાથે મગજના સ્વાસ્થ્યને ફાયદો કરે છે. આટલું જ નહીં, જો તમે વજન ઓછું કરવા માટે કોઈ પીણું શોધી રહ્યા છો અથવા જો તમને રાત્રે થાક લાગે છે, તો તમારે રાગી અને દૂધ પણ ટ્રાય કરવું જોઈએ.

ફક્ત ધ્યાનમાં રાખો કે તમારે સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા તેનું સેવન કરવું જોઈએ. તો જ તમે તેનો લાભ લઈ શકશો.

Leave a Comment