તમારા રસોડાની આ 8 વસ્તુઓથી દૂર થશે કબજિયાત, આજીવન પેટ રહેશે એકદમ સાફ.

કબજિયાત એક એવી તકલીફ છે કે આ જેને થાય એને જ વધારે ખબર પડે. કબજિયાતને લીધે આખો દિવસ આપણે બરાબર કામ કરી શકતા નથી વારંવાર ધ્યાન બસ પેટ તરફ જ જતું રહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કબજિયાત માટે નિયમિત દવા કે ગોળીઓ લેવી યોગ્ય નથી. આજે અમે તમને અમુક એવા ઉપાય જણાવી રહ્યા છે જેના ઉપયોગથી તમે બહુ સરળતાથી કબજિયાત મટાડી શકશો.

1. વરિયાળી : જામી લીધા પછી મુખવાસમાં વરિયાળી ખાવી જોઈએ આમ કરવાથી અપચો, ગેસ, કબજિયાત અને પેટના દુખાવાની સ્થિતિમાં વરિયાળીનું સેવન કરો. વરિયાળી ખાવાથી પેટને લગતી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે અને તેને ખાવાથી પેટને તરત આરામ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

2. તુલસી : તુલસી પણ એક અકસીર ઉપાય છે. તેનાથી અપચો, કબજિયાત અને ગેસની સમસ્યાથી રાહત મળે છે. તુલસીના સેવનથી તમારું પાચન જ સુધરે છે એવું નથી પેટમાં થતી ગેસની બળતરા પણ હમેશ માટે શાંત થઈ જાય છે. એટલે જે મિત્રોને આવી પેટની તકલીફ રહેતી હોય તેમણે સવારે તુલસીના પાન ખાવા જોઈએ અથવા તો તેઓ તુલસીની ચા પણ પી શકે છે.

3. આમળા : આમળાનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. આમળામાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે જેનાથી પેટને લગતી અને મળ સંબંધિત અનેક બીમારીઓ દૂર કરી શકાય છે. કઠણ ઝાડો આવતો હોય તેમણે નિયમિત આમળાનું સેવન કરવું જોઈએ. જ્યુસ પણ બનાવીને પી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

4. ચાલવું કે પછી હળવી કસરત : જો તમે પણ આખો દિવસ વ્યસ્ત રહો છો અને કસરત કરવામાં સમય નથી આપી શકતા તો તમારે દરરોજ જમ્યા પહેલા 30 મિનિટ ચાલવાનું રહેશે. આમ કરવાથી તમને ઘણા ફાયદા થશે જેમાં કબજિયાત અને બીજી ઘણી પેટની બીમારીઓ સામેલ છે.

5. કેળાં : કેળાં એ કબજિયાતની બીમારીમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જે મિત્રો સરળતાથી સવારે પેટ સાફ નથી કરી શકતા તેમણે નિયમિત કેળાં ખાવા જોઈએ. આ કેળાંના સેવનથી તમે આખો દિવસ ફ્રેશ અને એનર્જીથી ભરપૂર અનુભવશો.

6. ગોળ હૂંફાળા પાણી સાથે : ગોળ અને ગરમ પાણીનું મિશ્રણએ કબજિયાતની તકલીફવાળા મિત્રોની માટે ખૂબ અસરકારક રહે છે. જો તમે નિયમિત સેવન કરો છો તો તમને જીવનમાં ક્યારેય પણ અપચો, ગેસ, કબજિયાત અને તેના જેવી પેટ સંબંધિત બીમારીઓ થશે નહીં. પેટ હેલ્થી રહેશે તો તમે સારી રીતે કામ પણ કરી શકશો.

7. એરંડિયાનું તેલ : કબજિયાત માટે તમારે એરંડિયાનું તેલ વાપરવાનું છે. આ તેલથી મળત્યાગ સરળ બને છે. આયુર્વેદિક ડૉક્ટરએ વધારે પડતી સલાહ આ તેલની જ આપે છે.

8. દહી અને કેળાં સાથે ખાવા : દહી અને કેળાં એકસાથે ખાવાથી તમને કબજિયાતની તકલીફ ક્યારેય પણ થશે નહીં. દહી અને કેળાં એ બંને ગુડ બેક્ટેરિયાને બુસ્ટ કરે છે અને મેટાબોલિઝમ ફાસ્ટ કરી દે છે. આ પેટને સાફ કરે છે એટલે જે પણ મિત્રો નિયમિત કબજિયાતની તકલીફથી પીડાય છે તેમને આનાથી ખૂબ ફાયદો થશે.

Leave a Comment