તુલસીનો છોડ એ લગભગ બધાના ઘરે હોય જ છે. તેનું સેવન દરરોજ કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થાય છે તો તેનાથી હાર્ટ સંબંધિત ઘણી સમસ્યા દૂર કરવામાં પણ મદદ મળે છે. તુલસીના બીજને મોટા ભાગે પાણીમાં પલાળીને જ ખાવામાં આવે છે. આ ઘણા બધા પોષટીક તત્વો હોય છે.
પાણીમાં રાખવાથી આ બીજ ફૂલી જાય છે. તેના સેવન માટે તમારે આ બીજને લગભગ 15 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળીને રાખવા અને પછી આના સેવનથી પાચન સાથે જોડાયેલ સમસ્યા પણ દૂર કરી શકાય છે.
તુલસીના બીજમાં કાબર્સ, પ્રોટીન અને વસા ભરપૂર પ્રમાણમાં હોય છે. તો તુલસીના બીજને સબજાના બીજ પણ કહેવામાં આવતા હોય છે. હેલ્થી રહેવા માટે અને બીમારીઓને દૂર રાખવા માટે દરરોજ તુલસીના બીજનું સેવન કરો.
1. બ્લડ શુગર કરે છે કંટ્રોલ : તુલસીના બીજનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. આનું સેવન દરરોજ કરવામાં આવે તો શરીરમાં ચયાપચય ક્રિયા ધીમી થઈ જાય છે. ડાયાબિટીસના દર્દીઓએ એક ગ્લાસ દૂધમાં પાલળેલ તુલસીના બીજને મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ. તમે ઈચ્છો તો તેમાં થોડી ખડી સાકર પણ ઉમેરી શકો છો. યાદ રાખો કે તમારે આનું સેવન સવારે કરવાનું છે આમ કરવાથી તે વધુ લાભદાયી સાબિત થાય છે.
2. વજન ઘટાડવામાં મદદ કરે છે : તુલસીના બીજમાં આલ્ફા-લીનોલેનિક નામનું એસિડ હોય છે જે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે તે એસિડ ફેટ ઓછી કરવામાં મદદ કરે છે અને મેટાબોલિક રેટ વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વજન ઘટાડવા માટે અને વારંવાર લાગતી ભૂખ મિટાવવા માટે તુલસીના બીજનું સેવન કરી શકો છો.
3. એસિડિટીની સમસ્યાને ઓછી કરે છે : અવાર નવાર લોકોને છાતીમાં બળતરા અને દુખાવાની સમસ્યા રહેતી હોય છે. એવામાં તુલસીના બીજનું સેવન ખૂબ લાભદાયી છે. તે શરીરમાંથી એચસીએલના અમલિય પ્રભાવને ઓછો કરે છે અને પેટમાં થવાવાળા દુખાવાને દૂર કરવામાં અસર કરે છે. એસિડિટીની સમસ્યાને દૂર કરવા માટે હૂંફાળા પાણીમાં તુલસીના બીજનું સેવન કરો.
4. શરીરની ગરમીને ઓછી કરે છે : તુલસીના બીજનું સેવન તમે પાણી, નારિયળ પાણી અને નારિયળના દૂધ સાથે કરી શકો છો. તેમાં એવા તત્વો હોય છે જે શરીરને ઠંડુ કરે છે. એટલે શરીરને હિટથી બચાવી રાખવા માટે તમારે તુલસીના બીજનું સેવન કરવું જોઈએ.