અમુક વાનગીઓ એવી હોય છે જે વટાણા વગર અધૂરી લાગે છે. પણ તમને જણાવી દઈએ કે લીલા વટાણાથી પણ સૂકા લીલા વટાણા ખૂબ ફાયદાકારક હોય છે. સૂકા લીલા વટાણાની દાળ બનાવી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે.
આજે આ લેખમાં અમે તમને સૂકા વટાણા એટલે કે કઠોળમાં જે લીલા વટાણા તરીકે ઓળખાય છે તે ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે તેના વિષે જણાવી રહ્યા છે.
1. વજન ઘટાડવા માટે ફાયદાકારક : વટાણાની દાળ વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ સાથે તેમ કેલેરી ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. તેના ઉપાયથી પેટ જલ્દી ભરાઈ જાય છે. જો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો આ દાળ બનાવીને જરૂર ખાવ.
2. કેન્સર માટે ફાયદાકારક : વિશેષજ્ઞોના કહેવા મુજબ વટાણામાં એંટીઓક્સિડેન્ટની સાથે સાથે બીજા ઘણા પોષકતત્વો હોય છે. તેમાં કેન્સરથી બચવાના પણ ગુણ હોય છે. આ કારણે વટાણાની દાળનું સેવન કરવું જોઈએ આમ કરવાથી કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી શકાય છે.
3. રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે : લીલા વટાણાની દાળ એ શરીરને રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે. લીલા વટાણામાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે. મેગ્નેશિયમ શરીરમાં પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. એટલે આનું નિયમિત સેવન કરવાથી રોગો સામે લડવા માટે શરીર સક્ષમ થાય છે.
4. હ્રદય રહે છે સ્વસ્થ : લીલા વટાણામાં ખાસ તત્વો હોય છે જે હ્રદય સંબંધિત વિકારોને દૂર કરવામાં સક્ષમ છે. સાથે જ તે લોહીને સાફ કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. આ કારણએ એવું માનવામાં આવે છે કે લીલા વટાણાના સેવનથી હ્રદય સંબંધિત બીમારીને નિયંત્રિત રાખી શકાય છે.
5. અલ્ઝાઇમરથી બચાવે છે : નિષ્ણાતોના મતે વટાણામાં એક વિશેષ તત્વ palmitoylethanolamide (PEA) જોવા મળે છે. તે જ સમયે, આ સંદર્ભમાં કરવામાં આવેલા સંશોધનોએ એ પણ પુષ્ટિ કરી છે કે palmitoylethanolamide (એક પ્રકારનું ફેટી એસિડ) બળતરા વિરોધી અને analgesic અસરો ધરાવે છે. આ અસરો અલ્ઝાઈમર રોગ સંબંધિત જોખમી પરિબળોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ કારણોસર, એવું માની શકાય છે કે વટાણાના ફાયદા અલ્ઝાઈમર રોગમાં જોવા મળે છે.