સવારે ઉઠતાની સાથે જ માથાનો દુખાવો રહેતો હોય તો આટલું કરો, પેઇન કિલર વગર મળશે રાહત.

દોસ્તો આપણા આધુનિક સમયમાં માથાનો દુખાવો થવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેનો કોઈપણ વ્યક્તિ સામનો કરી શકે છે. જો આપણે માથાનો દુખાવો થવા પાછળના કારણો વિશે વાત કરીએ તો તેમાં માઇગ્રેન, ગરદન અને જડબામાં દુખાવો, સ્નાયુઓમાં વધારે પડતો તણાવ લેવો, વધારે પ્રમાણમાં કામ કરવું, દિવસ દરમિયાન પૂરતી ઊંઘ ન લેવી, સમયસર ભોજન ન કરવું, વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવું વગેરે હોઈ શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે કોઈ વ્યક્તિની માથાનો દુખાવો શરૂ થાય છે ત્યારે તે દવાઓ લઇને તેનાથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે પરંતુ વધુ પ્રમાણમાં દવાઓનું સેવન કરવાથી આપણા શરીરને લાંબા સમયે નુકસાન થાય છે.

આ પૈકી ઘણા લોકોને તો સવારે ઉઠતા ની સાથે જ માથાના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે અને આવા લોકો જ્યારે વારંવાર પેનકિલર નો ઉપયોગ કરે છે ત્યારે તેઓનું શરીર એકદમ નબળું બની જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે આપણે રાત દરમ્યાન પૂરતી ઊંઘ લેતા નથી ત્યારે વહેલી સવારે માથાનો દુખાવાનો સામનો કરવો પડતો હોય છે અને દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય છે.

આવામાં જો તમે માથાના દુખાવાથી કંટાળી ગયા હોય તો તમારે પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરવા જોઈએ અને દિવસ દરમિયાન પૂરતી ઊંઘ લેવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વળી સવારે ઉઠતા ની સાથે જ માથાનો દુખાવો તમને હેરાન કરતો હોય તો તમારે દવાઓ લીધા વગર કેટલાક ઘરેલુ ઉપચાર અપનાવા જોઈએ.

કારણકે માથાના દુખાવાની દૂર કરવા માટે આ ઉપચાર ખૂબ જ અસરકારક હોવાનું માનવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપચાર કયા કયા છે.

જો તમે સવારે ઉઠતા ની સાથે જ માથાના દુખાવાથી પરેશાન થઈ જાવ છો તો તમારે એક ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ.

કારણ કે લીંબુ પાણીનું સેવન કરવાથી આપણા શરીરના કોષો સક્રિય બને છે અને માથાનો દુખાવો દૂર થાય છે. વળી તમારા મનને શાંત રાખવા માટે 20 થી 25 મિનિટ સુધી ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ.

ગ્રીન ટીનું સેવન કરવાથી પણ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીરમાં ઊર્જા નો સંચાર થાય છે.

જો તમને પણ માથાનો દુખાવો થઈ રહ્યો હોય તો તમારે ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ અને સ્નાન કરી લેવું જોઈએ, જેનાથી તમને અવશ્ય સારું લાગશે.

તમે માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે ઓછામાં ઓછા દસ મિનિટ સુધી શ્વાસ લેવાની કસરત કરી શકો છો. જેનાથી માથાના કોષો સક્રિય બને છે અને તમે હળવાશ અનુભવી શકો છો.

વળી, આ કસરત કરવાથી તમને માથાના દુખાવામાં પણ રાહત મળી શકે છે. તમે માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે ધીમી ગતિએ પોતાના માથામાં આઈસ પેક ની માલિશ કરી શકો છો જેનાથી માથાનો દુખાવો બહુ જલ્દી દૂર થઈ શકે છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારે બીજા લોકો સાથે શેર કરીને તેમને પણ માહિતગાર કરવા જોઈએ જેથી કરીને તેઓ પણ તેનો લાભ લઈ શકે.

Leave a Comment