આ 5 ટિપ્સ ને ફોલો કરશો તો જીમમાં ગયા વગર ઘટી જશે પેટની ફાંદ અને વજન વધારો.

દોસ્તો ખરાબ ખાવાની આદતો અને બેઠાડું જીવન જીવવાને લીધે ઘણા બધા લોકોને વજન વધારાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિનું એક વખત વજન વધી જાય તો તે વ્યક્તિનો આખો દેખાવ ખરાબ થઈ જતો હોય છે અને તેને કામ કરવામાં પણ આળસ અનુભવાય છે. આ સાથે વજન વધારો થઈ જવાને કારણે વ્યક્તિના શરીરમાં ઘણી બધી બીમારીઓ પણ જન્મ લેતી હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વળી વજન વધારાથી છુટકારો મેળવવા માટે ઘણા બધા લોકો જીમમાં જઈને પરસેવો પાડતા હોય છે અને ઘણી બધી મહેનત કરતા હોય છે પરંતુ ઘણી વખત આ બધા ઉપાયો અજમાવ્યા પછી પણ વજન વધારાથી કાબુ મેળવી શકાતો નથી અને તેમના બધા જ પ્રયત્નો નિરર્થક બની જતા હોય છે.

શરીરમાં વજન વધારો સૌથી વધારે હોવાને કારણે આપણે કેટલા કાર્યો પણ કરી શકતા નથી. જો આપણે વજન વધારો થવા પાછળના કારણો વિશે વાત કરીએ તો ભોજન કર્યા પછી તરત જ સુઈ જવું, વધારે ચરબીયુક્ત ભોજનનું સેવન કરવું, જંક ફૂડનું સેવન કરવું, વધુ ભારે ખોરાક ખાવો, વધારે મહેનત ન કરવી, ખોરાક લીધા પછી તરત જ ખુરશીમાં બેસી જવું વગેરે કારણો જવાબદાર હોઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો કે આજના આ લેખમાં અમે તમને વજન વધારાના કારણો વિશે નહીં પરંતુ તેનાથી મુક્તિ મેળવવાના કેટલાક ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

તમે વજન વધારાથી છૂટકારો મેળવવા માટે દિવસ દરમિયાન અમુક પ્રકારના પરિશ્રમ કરી શકો છો. જેમ કે સવારે કસરત યોગા, વોકિંગ, જોકિંગ વગેરે વગેરે. જે મોટાપાને ઓછો કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે આપણે દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની શારીરિક ક્રિયા કરીએ છીએ ત્યારે ભોજનને પચવામાં સરળતા રહે છે અને આપણી પાચન શક્તિ મજબૂત બને છે. જેના લીધે ચરબીનું પ્રમાણ શરીરમાં વધતું નથી તેથી મોટાપોથી છુટકારો મેળવવા માંગતા લોકો દિવસ દરમિયાન શારીરિક ક્રિયા કરી શકે છે.

આપણા શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે પાણીની જરૂરિયાત રહેતી હોય છે અને જ્યારે તમે પાણીનું સેવન કરતા નથી ત્યારે જઠર મંદ પડી જતી હોય છે અને તેની કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે પરંતુ જ્યારે તમે દિવસ દરમિયાન વધારે પાણી પીવો છો ત્યારે જઠર યોગ્ય રીતે કાર્ય કરે છે અને મોટાપોની સમસ્યાથી છુટકારો મળે છે.

એક રિપોર્ટ અનુસાર દરેક વ્યક્તિએ આશરે 10 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. જો તમે મોટાપોની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે ભોજન કરવા બેસો ત્યારે તેના થોડાક સમય પહેલા પાણીનું સેવન કરી લેવું જોઈએ અને ભોજન હંમેશા નાની ડીશમાં જ લેવું જોઈએ.

કારણકે એ જ્યારે તમે ભોજન કર્યાના થોડાક સમય પહેલા પાણીનું સેવન કરી લો છો ત્યારે ભોજન પચવામાં સરળતા રહે છે અને તમે ઓછું ખાઈ શકો છો.

મોટાપોની સમસ્યા આજના આધુનિક સમયમાં ઘણા બધા લોકોમાં જોવા મળતી હોય છે અને આ પૈકી મોટાભાગના લોકો બહારના ભજનો સેવન કરતા હોય છે.

આવામાં જો તમે મોટાપોની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે હંમેશા ઘરની બનેલી ચીજ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને મેંદાવાળી ચીજ વસ્તુઓને ટાળવી જોઈએ.

આ સાથે રાતે સુતા પહેલા હુંફારા પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ ઉમેરીને તેનું સેવન કરી લેવું જોઈએ, જે મોટાપો ઓછો કરવામાં મદદ કરે છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારે બીજા લોકો સાથે શેર કરીને તેમને પણ માહિતગાર કરવા જોઈએ જેથી કરીને તેઓ પણ તેનો લાભ લઈ શકે.

Leave a Comment