રસોડાની આ 2 વસ્તુ મિક્સ કરીને ખાઈ લ્યો, વર્ષો જૂના સાંધાના દુખાવા થશે છુમંતર.

દોસ્તો આપણા ભારતીય રસોડામાં એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને ભોજનમાં ઉમેરવામાં આવે તો ભોજનનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આવી જ બે વસ્તુઓ ઘી અને સૂંઠ છે. જે ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે સાથે આપણા માટે પણ દવાની જેમ કામ કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે ધ્યાન આપ્યું હોય તો આદુને સુકવીને સૂંઠનો પાવડર બનાવવામાં આવતો હોય છે અને આપણે રોજબરોજ તેનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ પરંતુ શું તમે ક્યારે સૂંઠ અને ઘી બંનેને એકસાથે મિક્સ કરીને ખાધા છે? જો ના, તો તમારી માહિતી માટે જણાવી દઈએ કે તેનાથી તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ શકે છે.

જે લોકોને શરદી, ઉધરસ અને કફની સમસ્યા રહેતી હોય તેવા લોકો તો અવશ્ય આ બંનેને મિસ કરીને ખાઈ શકે છે. ઘી આરોગ્યપ્રદ ચરબીની સાથે સાથે આપણા શરીરને વિવિધ પ્રકારના પોષક તત્વોની ઉણપ દૂર કરી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ જ ક્રમમાં સૂંઠમાં પણ વધારે પોષક તત્વો આવેલા હોય છે. તેમાં વિટામીન એ, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર અને ઝીંક જેવા આવશ્યક પોષક તત્વો આવેલા હોય છે જે આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર કરીને શરીરને સ્વસ્થ બનાવે છે.

નિષ્ણાત લોકોના કહ્યા અનુસાર જે લોકો સૂંઠ અને ઘીને મિક્સ કરીને સેવન કરે છે તેઓને આજીવન બીમારીઓનો સામનો કરવો પડતો નથી અને તેઓ વિવિધ પ્રકારના રોગોના જોખમથી દૂર રહી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે સૂંઠ અને ઘી બંનેને મિક્સ કરીને ખાવાથી કયા કયા ફાયદા થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સૂંઠ અને ઘી બંનેને મિક્સ કરીને ખાવાથી પેટમાં ગેસ, કબજિયાત અને અપચોની સમસ્યા થતી નથી. વળી તેનું સેવન કરવાથી પાચનશક્તિમાં પણ સુધારો કરી શકાય છે અને ઉત્સર્જનની પ્રક્રિયાને આસાન બનાવી શકાય છે.

આ સાથે તેનું સેવન કરવાથી આપણા આંતરડામાં સારા બેક્ટેરિયામાં વધારો થાય છે અને તે બળતરા સામે લડવામાં મદદ કરી શકે છે જેનાથી પેટનો દુખાવો દૂર થઈ શકે છે.

ઘી અને સૂંઠ બંનેને મિક્સ કરીને ખાવાથી માથાના દુખાવામાં પણ આરામ મળે છે. જે લોકોને માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ અવશ્ય સૂંઠ અને ઘી બંનેને મિક્સ કરીને ખાવું જોઈએ. ઘી અને સૂંઠનું સેવન કરવાથી શરદી ખાંસી અને ઉધરસ થી પણ રાહત મળી શકે છે.

જે લોકોને તાવ અને વાયરલ ઇન્ફેક્શનની સમસ્યા રહેતી હોય તેવા લોકો પણ તેનો ઉપયોગ કરી શકે છે. કારણ કે તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને આપણે વાયરલ રોગોથી દૂર લઈ શકીએ છીએ.

સૂંઠ અને ઘી બંનેને મિક્સ કરીને ખાવામાં આવે તો તેનાથી સાંધાના દુખાવામાં મજબૂતાઈ આવે છે. જે લોકોને સાંધાના દુખાવો, સંધિવા, સોજો આવવો વગેરે જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા લોકોએ તો અવશ્ય આ બંનેની મિક્સ કરીને સેવન કરવું જોઈએ, જેનાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે અને હાડકા મજબૂત બને છે.

જ્યારે આપણું પેટ ખરાબ હોય છે ત્યારે ઉલટી અને જાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે પરંતુ જ્યારે તમે આ બંને વસ્તુઓને મિક્સ કરીને ખાવાનું શરૂ કરી દો છો ત્યારે આપણા શરીરમાંથી વધારાનું કચરો બહાર નીકળી જાય છે અને જાડા, ઉલટી, ઉબકા વગેરેનો સામનો કરવો પડતો નથી.

જો તમે સૂંઠ અને ઘીને તમારા ભોજનમાં સામેલ કરો છો તો તમારું સ્વર શરીર એકદમ સ્વસ્થ બની જાય છે અને તમને રોગો માટે દવાઓ લેવાની જરૂર પડતી નથી.

હવે તમે વિચારતા હશો કે સૂંઠ અને ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો તમને જણાવી દઈએ કે આ માટે તમારે એક થી બે ચમચી ઘીમાં અડધી ચમચી સૂંઠ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ, જેનાથી તમારું શરીર સ્વસ્થ બની જશે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારે બીજા લોકો સાથે શેર કરીને તેમને પણ માહિતગાર કરવા જોઈએ જેથી કરીને તેઓ પણ તેનો લાભ લઈ શકે.

Leave a Comment