આયુર્વેદ દુનિયા

સવારે અને સાંજે પાંચ મિનિટ કરશો આ કામ તો ક્યારેય સુંદરતા વધારવા બ્યુટી પાર્લરમાં જવું નહીં પડે.

આજના સમયમાં મહિલાઓ અને પુરુષો બંને પોતાની ત્વચાને સુંદર અને ચમકદાર બનાવવા માટે ફેશિયલ સહિતની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે.

પાર્લરમાં જઈને આ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવામાં ખર્ચ પણ વધારે થાય છે અને આ પ્રકારની ટ્રીટમેન્ટ વારંવાર કરાવવી ત્વચા માટે પણ હાનિકારક છે.

ફેશિયલ કરવામાં કેટલીક કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ થાય છે જે ત્વચાને લાંબા ગાળે નુકસાન કરે છે. જો તમે તમારા ચહેરાને કુદરતી રીતે સુંદર બનાવવા માંગતા હોય તો તેના માટે પાર્લર જવાની જરૂર નથી. આ કામ તમે ઘરે સરળતાથી કોઈપણ પ્રકારના ખર્ચ વિના કરી શકો છો.

ચહેરાની ચમક કુદરતી રીતે વધારવા માટે તમે આઈસ વોટર ફેશિયલ કરી શકો છો. આ ફેશિયલ કરવા માટે તમારે પાર્લર જવું નહીં પડે તમે ઘરે જાતે જ આ વસ્તુ કરી શકો છો. આ ફેશિયલ કરવાથી ત્વચા ને ઠંડક મળે છે અને ત્વચા ઉપર કુદરતી ચમક વધે છે.

આઈસ વોટર ફેશિયલ કરવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં બરફ રાખો. તેમાં થોડું પાણી પણ ઉમેરો. ત્યાર પછી આ પાણીમાં તમારો ચહેરો થોડીવાર માટે ડુબાડો. પાંચ થી છ સેકન્ડ માટે ચહેરો બરફના પાણીમાં રાખો અને પછી ચહેરો બહાર કાઢો. આ રીતે ત્રણથી ચાર વખત પાણીમાં ચહેરો ડુબાડો.

ત્યાર પછી ટુવાલ ની મદદ થી ચહેરાને સાફ કરો. જો તમે આ કામ ન કરી શકો તો રૂમાલમાં બરફ બાંધીને તેનાથી ચહેરા ઉપર પણ મસાજ કરી શકાય છે. તમે સવારે અને સાંજે પાંચ મિનિટ માટે જો આ રીતે ચહેરા પર બરફથી મસાજ કરો છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે.

આઈસ વોટર ફેશિયલ થી થતા લાભ :-

૧. આ રીતે પાંચ મિનિટ માટે મસાજ કરવાથી ત્વચાના રોમછિદ્રો ખૂલી જાય છે અને ત્વચા ઉપર ગ્લો વધે છે. સાથે જ ત્વચાની અંદર જામેલી ગંદકી પણ દૂર થાય છે.

૨. સવારે અને સાંજે આ રીતે પાંચ મિનિટ માટે મસાજ કરવાથી ચહેરા પર અને આંખ નીચે થયેલા સોજા દૂર થાય છે.

૩. બરફથી ચહેરા ઉપર મસાજ કરવાથી ડાર્ક સર્કલ ની સમસ્યા પણ દૂર થાય છે અને ત્વચા પર પડેલા અન્ય ડાઘ પણ દૂર થવા લાગે છે.

૪. જે લોકોને ખીલ વધારે પ્રમાણમાં થતા હોય તેમને નિયમિત રીતે બરફથી મસાજ કરવી જોઈએ તેનાથી ખીલની સમસ્યા દૂર થાય છે અને ખીલ થતા બંધ થાય છે.

૫. ચહેરા ઉપર તડકાના કારણે ટેનિંગ થઈ ગયું હોય તો તેને પણ બરફથી મસાજ કરવાથી દૂર કરી શકાય છે. નિયમિત રીતે બરફથી મસાજ કરશો એટલે ત્વચા પર થયેલું ટેનીંગ દૂર થઈ જશે અને ત્વચાની ચમક વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *