આયુર્વેદ

આ વસ્તુનું જ્યુસ કરીને પીશો તો 40 વર્ષે પણ 20 વર્ષ જેવું રહેશે સ્વાસ્થ્ય.

શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો દૈનિક આહારમાં લીલા શાકભાજી નું પ્રમાણ વધારવું જોઈએ. જોકે મોટાભાગના લોકો એવા હોય છે જેમને લીલા શાકભાજીનું સેવન કરવું ગમતું નથી.

પરંતુ, આ પ્રકારના શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. આવું જ એક શાક છે કારેલા. કારેલાનું નામ આવતા જ ઘરમાં દરેક વ્યક્તિનું મોઢું બગડી જાય છે.

કારણ કે, કારેલા સ્વાદમાં કડવા હોય છે પરંતુ તેના ગુણ ખૂબ જ મીઠા છે. કારેલા શરીરના બધા જ રોગને દૂર કરી શકે છે.

સ્વાદમાં કડવા હોવાથી લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી પરંતુ કારેલાનું સેવન કરવાથી ગંભીર અને જીવલેણ રોગથી પણ મુક્તિ મેળવી શકાય છે. તેમાં પણ જો તમે કારેલાનું જ્યુસ કરીને પીવો છો તો તેનાથી ગંભીર બીમારીઓથી પણ મુક્ત થઈ શકો છો.

જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેમણે કારેલાનું જ્યુસ પીવું જોઈએ તેનાથી રક્તમાં સુગરનું પ્રમાણ ઘટે છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

આ સિવાય જે લોકોનું વજન વધારે છે અને તેઓ વજન ઘટાડવા ઈચ્છે છે તેમણે પણ કારેલાનું જ્યુસ પીવું જોઈએ તેનાથી શરીરની વધેલી ચરબી ઓગળે છે.

રિસર્ચ અનુસાર કેન્સર જેવા રોગમાં પણ કારેલા ફાયદાકારક છે. કારેલામાં દરેક પ્રકારના પોષક તત્વો હોય છે જે શરીરમાં કેન્સરના કોષને વધતા અટકાવે છે. કેન્સરની ખતમ કરવા માટે કારેલાનું જ્યુસ પીવું જોઈએ.

જે લોકોના શરીરમાં કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય છે તેમને પણ નિયમિત કારેલાનું જ્યુસ પીવું જોઈએ તેનાથી હૃદય સંબંધિત બીમારી થવાનું જોખમ પણ ઘટે છે. કારેલાનું જ્યુસ નિયમિત પીવાથી આંખની નબળાઈ અને નંબર પણ દૂર થાય છે.

પોષક તત્વોથી ભરપૂર કારેલાનું સેવન નિયમિત કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે અને રક્તની અશુદ્ધિઓ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *