તજ : સાંધાના દુખાવાને દૂર કરવા માટે તજ તમને ખૂબ ફાયદાકારક થશે. એક કપ નવશેકા પાણીમાં અડધી ચમચી તજ પાવડર અને મધ મિક્સ કરી ખાલી પેટે પીવો. આ દરરોજ પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળશે.
લવિંગ : લવિંગ એ આપણાં દરેકના રસોડામાં હોય જ છે. સાંધા, હાડકાં કે પછી હાથ પગના દુખાવામાં લવિંગના તેલનો ઉપયોગ કરવો જરૂરી છે. તેના ઉપયોગથી દુખાવામાં ખૂબ ઝડપથી રાહત મળે છે.
માછલીનું તેલ : માછલી સાંધાના દુખાવામાં રાહત અપાવે છે કેમ કે માછલીના તેલમાં ભરપૂર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે દુખાવાને ખૂબ ઝડપથી રાહત અપાવે છે. આની માટે દરરોજ એક થી બે ચમચી માછલીનું તેલ લેવું જોઈએ. આમ કરવાથી સાંધાના દુખાવામાં રાહત રહે છે.
સરસવ તેલ : સાંધાના દુખાવામાં સરસવ તેલની માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે. આ એક નેચરલ ઉપાય છે. તેનાથી લોહીનું સંચાર સારું થાય છે. તેનાથી જો તમારું શરીર ઝકડાઈ ગયું છે તો તમારે સરસવ તેલ થોડું હુંફાળું ગરમ કરી તેનાથી દુખાવો હોય ત્યાં માલિશ કરવી. તમે ઈચ્છો તો આ તેલમાં ડુંગળીનો રસ પણ ઉમેરી શકો.
હળદરવાળું દૂધ : ઘૂંટણ અને બીજા સાંધાના દુખાવામાં હળદરવાળું દૂધ પીવાથી ખૂબ રાહત મળે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરી રાત્રે સૂતા પહેલા પીવાથી રાહત મળે છે. હળદર પાઉડરની જગ્યાએ તમે કાચી હળદર પીસીને દૂધ માં મિક્સ કરીને પીવો છો તો વધુ જલ્દી રાહત મળશે.
ચેરી : શરીરના કોઈપણ દુખાવા, બળતરા અને સોજા આવે ત્યારે ચેરીનું સેવન કરવાથી પણ ઘણો ફાયદો થાય છે. તેમાં એંટીઓક્સિડેન્ટ તત્વ હોય છે જે દુખાવામાંથી રાહત આપે છે.
લસણ : ઘણા મિત્રોને લસણ પસંદ નથી હોતું પણ તમને જણાવી દઈએ કે લસણના સેવનથી પણ શરીરમાં ઘણા દુખાવામાં રાહત રહે છે. એમાં પણ જે મિત્રોને સંધિવાના દુખાવાની તકલીફ હોય તેમણે લસણનું સેવન કરવું જોઈએ.