કેન્સરથી લઈને હાઇ બ્લડ પ્રેશર અને બીજી અનેક ગંભીર બીમારીઓથી રક્ષા કરે છે આ એક શાક.

સરગવા વિષે તો આપણે બધા જાણીએ જ છીએ. સરગવાની શીંગનું શાક તો તમે લગભગ ખાધું જ હશે અને સંભારમાં પણ તમે ઉમેરીને સરગવો ખાટા જ હશો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તે ખૂબ ટેસ્ટી તો લાગે પણ તમને ખબર છે સરગવાના વૃક્ષના પણ ઘણા બધા ફાયદા છે. તમને જણાવી દઈએ કે તેમાં પ્રોટીન, અમીનો એસિડ, બીટા કેરટીન અને અલગ અલગ ફીનોલિક હોય છે.

આ વૃક્ષના પાનને તાજા અથવા તો તેનો પાવડર બનાવીને ભોજનના પૂરક તરીકે પણ કરવામાં આવે છે. સરગવાના મૂળ થી લઈને ફૂલ, પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે. ચાલો તમને જાણવી દઈએ સરગવાના ફાયદા.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સરગવામાં રહેલ ઔષધીય ગુણ કેન્સર જેવી ખતરનાક બીમારીઓના જોખમને પણ ઓછું કરવામાં મદદ કરે છે. સરગવાની છાલ અને સરગવાના પાનમાં એંટી કેન્સર અને એંટી ટયૂમર ગુણ હોય છે. આના સેવનથી કેન્સર જેવી ખતરનાક બીમારીના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે.

હાઈ બ્લડ પ્રેસરના દર્દીઓને સરગવાના પાનના રસ કાઢી તેનો ઉકાળો બનાવીને પીવાથી લાભ મળે છે. આ સાથે તેનો ઉકાળો પીવાથી ગભરામણ, ચક્કર આવવા અને ઊલટીમાં પણ રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સરગવાની શીંગમાં અઢળક પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે બાળકોની માટે બહુ ફાયદાકારક હોય છે. તેનાથી હાડકાં ને દાંત બંને મજબૂત થાય છે, આને ગર્ભવતી મહિલાઓને આપવાથી તેમના થવાવાળા બાળકને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે અને આવનાર બાળક સ્વસ્થ આવે છે.

વજન ઘટાડવા અને વધેલ ચરબી ઓછી કરવા માટે સરગવો એ એક ફાયદાકારક ઔષધિ માનવામાં આવે છે. તેમાં ફૉસ્ફરસનું પ્રમાણ મળે છે જે શરીરની વધારાની કેલરીને ઓછી કરે છે અને સાથે જ ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે.

સરગવાના પાંદડાની પેસ્ટ ઘા પર લગાવી શકાય છે. અને તેને શાક તરીકે ખાવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. ઉપરાંત, સરગવાના સેવનથી લોહી શુદ્ધ થાય છે, દૃષ્ટિ સુધરે છે. સરગવાની શીંગોનું સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓને ડિલિવરી વખતે વધારે દુખાવો થતો નથી.

Leave a Comment