આયુર્વેદ દુનિયા

રોજ સવારે જાગો ત્યારે દુખતું હોય છે માથું ? તો જાણી લો આ સમસ્યાનો કાયમી ઈલાજ.

માથાનો દુખાવો એક એવી સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને હેરાન પરેશાન કરી શકે છે. ઘણા લોકોને વારંવાર માથાનો દુખાવો થતો રહે છે. માથાના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે.

જેમકે migrain ના કારણે માથામાં દુખાવો, અપૂરતી ઊંઘ ના કારણે દુખાવો, પિતના કારણે દુખાવો, સમયસર ખોરાક ન લેવાના કારણે થતો દુખાવો, સ્ટ્રેસના કારણે દુખાવો.

કારણ કોઈ પણ હોય પરંતુ જ્યારે માથું દુખતું હોય ત્યારે કોઈ પણ કામ બરાબર રીતે થઈ શકતું નથી. માથાના દુખાવાથી મુક્તિ મેળવવા માટે લોકો તુરંત જ પેન કિલર ખાઈ લેતા હોય છે. પરંતુ આ પ્રકારની દવા સ્વાસ્થ્યને ભારે નુકસાન કરે છે.

કેટલાક લોકોની સમસ્યા એવી હોય છે કે જ્યારે તેઓ સવારે જાગે ત્યારે તેમને માથું થોડી વાર સતત દુખે છે. આ દુખાવો ઊંઘ પુરતી ન હોવાના કારણે થઈ શકે છે.

સવારે થતો આ માથાનો દુખાવો આખો દિવસ શરીરને થાક અને આળસ કરાવે છે. જો આ પ્રકારે તમને પણ રોજ સવારે માથું દુખતું હોય તો આજે તમને તેનું કાયમી ઉકેલ દેખાડીએ.

સૌથી પહેલા તો તમારી જીવન શૈલીમાં થોડો ફેરફાર કરો અને આહારમાં પણ સુધારો કરવો. પૂરતી ઊંઘ લેવાનું રાખો અને સવારે જાગો ત્યારે આ ઘરગથ્થુ ઉપચાર કરો. તેનાથી માથાનો દુખાવો કાયમ માટે દૂર થઈ જશે.

સવારે ઊઠતા જ જો માથું દુખવાની ફરિયાદ થતી હોય તો એક ગ્લાસ પાણીમાં લીંબુ ઉમેરીને તેનું સેવન કરી જવું.

ત્યાર પછી પાંચ મિનિટ માટે મનને શાંત કરીને બેસો અને 20 મિનિટ સુધી વોક કરો. આમ કરવાથી માથાના દુખાવાની સમસ્યા દૂર થશે.

આ સિવાય સવારના સમયે જે લોકોને માથામાં દુખાવો કે થાક રહેતો હોય તેમણે ગ્રીન ટી નું સેવન કરવું જોઈએ.

તેનાથી માથાના દુખાવાથી રાહત મળશે અને હળવાશ પણ લાગશે. સવારના સમયે માથું દુખતું હોય તો ધીમે ધીમે આઈસ પેક વડે કપાળ પર મસાજ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *