મિત્રો શરીરનું કેન્દ્રબિંદુ નાભી હોય છે. નાભી શરીરનું ખૂબ જ મહત્વનું અંગ હોય છે કારણ કે તેની સાથે શરીરની દરેક નસ જોડાયેલી હોય છે. નાભી સાથે શરીરની દરેક નસ જોડાયેલી હોવાથી શરીરને કેટલીક સમસ્યાઓથી છુટકારો પણ સરળતાથી મળી શકે છે.
શરીરની ગંભીરમાં ગંભીર સમસ્યાઓને પણ દૂર કરવી હોય તો રાત્રે સુતા પહેલા નાભીમાં બે ટીપા તેલના નાખીને પાંચ મિનિટ માલિશ કરવી જોઈએ.
આ ઉપાય કરવામાં એકદમ સરળ છે અને તેને કરવાથી શરીરના અનેક રોગથી મુક્તિ મળે છે. નાભીમાં તેલ લગાડવાથી શરીર નિરોગી બને છે.
આંખને સ્વસ્થ રાખવા માટે – જો તમારી આંખ નબળી હોય અને તમારે આંખની નબળાઈ દૂર કરવી હોય તેમ જ આંખના નંબર ઉતારવા હોય તો રાત્રે સુતા પહેલા સરસવના તેલના બે ટીપા નાભીમાં નાખી અને પાંચ મિનિટ માલિશ કરવી જોઈએ.
ત્વચાની સુંદરતા માટે – ત્વચાને સુંદર બનાવવા માટે લોકો બ્યુટી પાર્લરમાં હજાર રૂપિયા નો ખર્ચ કરતા હોય છે. પરંતુ આ સુંદરતા તમને કોઈપણ પ્રકારના ખર્ચ વિના મળી શકે છે.
તેના માટે તમારે વધારે કંઈ જ કરવાની જરૂર નથી. તમારે ફક્ત પાંચ મિનિટ માટે નાભીમાં તેલ લગાડીને માલિશ કરવાની છે. રોજ રાતે તેલ થી નાભીમાં માલિશ કરવાથી ત્વચા ઉપર વૃદ્ધાવસ્થાની અસર દેખાશે નહીં.
પેટના રોગ મટાડવા – અનિયમિત આહાર શૈલીના કારણે પેટની સમસ્યાઓ થતી રહે છે. કબજિયાત ગેસ એસીડીટી જેવી તકલીફો ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આ તકલીફોને પણ નાભીમાં તેલ લગાડીને દૂર કરી શકાય છે.
માસિક ની સમસ્યાથી રાહત – ઘણી મહિલાઓને માસિક સમયે ખૂબ જ સમસ્યા થતી હોય છે. ઘણાને દુખાવો વધારે થતો હોય તો ઘણાને માસિક સમયસર આવતું નથી હોતું. તેવામાં નાભીમાં તેલ થી માલિશ કરવાથી માસિકની સમસ્યાઓથી મુક્તિ મળે છે.
શરીરને ડીટોક્ષ કરે છે – શરીરમાં ઘણા બેક્ટેરિયા પ્રવેશી જતા હોય છે. આ બેક્ટેરિયા જો શરીરમાં વધતા રહે તો શરીરમાં રોગ થવા લાગે છે. તેવામાં નાભીમાં તેલની માલિશ કરવાથી શરીરનું કચરો નીકળી જાય છે અને ઇન્ફેક્શનથી રાહત મળે છે.
નાભીમાં તેલ લગાડવાથી સાંધાના દુખાવા પણ દૂર થાય છે સાથે જ શરીરનું વધારે વજન પણ ઉતરવા લાગે છે.
ઘણી વખત એવું થતું હોય છે કે શરીરની અલગ અલગ નસમાં રક્ત પરિભ્રમણ થતું ન હોય તો નસ સુકાઈ જાય છે. તેવામાં જો તમે રોજ રાત્રે નાભીમાં તેલ લગાડીને માલિશ કરશો તો નસોનું બ્લોકેજ ખુલી જશે.