આયુર્વેદ દુનિયા

આ તેલથી માલિશ કરશો તો હાડકા થશે મજબૂત અને સાંધાના દુખાવાથી મળશે કાયમી રાહત.

ઉમર વધે પણ સ્વાસ્થ્ય સારું રહે તેવી ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. પરંતુ આજની દોડધામ ભરેલી અને અનિયમિત જીવન શૈલીમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય તે સામાન્ય બાબત છે. ખાસ કરીને વધતી ઉંમરમાં શરીરમાં કેટલીક તકલીફો વધવા લાગે છે.

વધતી ઉંમરે થતી તકલીફમાંથી સૌથી સામાન્ય તકલીફ છે સાંધાના દુખાવાની તકલીફ. આ સિવાય ઉમર માથાની સાથે હાડકા પણ નબળા પડવા લાગે છે.

આ તકલીફો ખાવા પીવાની કેટલીક કુટેવોના કારણે થતી હોય છે. આ સિવાય જે લોકોની જીવનશૈલી બેઠાડું હોય અને કસરતનો અભાવ હોય તેમના શરીરમાં પણ સાંધાના દુખાવાની તકલીફ વધી જાય છે.

સાંધાના દુખાવા ન થાય તે માટે જરૂરી છે કે દિવસ દરમિયાન હાડકા મજબૂત થાય તેવો આહાર લેવામાં આવે. સાંધાના દુખાવાને મટાડવા માટે નિયમિત રીતે દૂધ પીવું જોઈએ તેનાથી શરીર અને હાડકા મજબૂત બને છે.

આ સિવાય સાંધાના દુખાવામાં ત્રિફળા નું સેવન કરવાથી પણ લાભ થાય છે. ત્રિફળા ચૂર્ણ રાત્રે સુતા પહેલા હુંફાળા પાણી સાથે પીવાથી હાડકા મજબૂત થાય છે અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.

આ સિવાય સાંધાના દુખાવાને દૂર કરવા માટે એક ખાસ તેલ પણ બનાવી શકાય છે. તેના માટે એરંડિયાના તેલમાં લસણ અને લવિંગ બરાબર ગરમ કરીને તેનાથી સાંધાપર માલિશ કરવાથી સાંધાનો દુખાવો મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *